Maharashtra

ફિલ્મ એનિમલનું શૂટિંગ લંડનમાં પૂર્ણ ઃ રણબીર કપૂર અને બોબી દેઓલે કેક કાપી કરી ઉજવણી

મુંબઇ
રણબીર કપૂર લાંબા સમયથી તેની આગામી ફિલ્મ એનિમલના શૂટિંગમાં વ્યસ્ત હતો, જેનું શૂટિંગ હવે પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં ચાલી રહ્યું હતું. દરમિયાન, ફિલ્મના સેટ પરથી રેપ-અપ પાર્ટીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રણબીર બોબી દેઓલ સાથે કેક કાપતો જાેવા મળે છે. વીડિયોમાં બોબી અને રણબીર સાથે એનિમલની આખી ટીમ સેલિબ્રેશન માટે સાથે આવી હતી. વીડિયોમાં બંને કલાકારો બ્લેક આઉટફિટમાં જાેવા મળી રહ્યા છે. રણબીર એ જ કેક કાપતા પહેલા બોબીને ગાલ પર ચુંબન કરે છે. તમને જણાવી દઈએ કે, રણબીર અને બોબી પહેલીવાર આ ફિલ્મમાં સાથે જાેવા મળશે. બોબીએ એનિમલ માટે પણ જબરદસ્ત બોડી બનાવી છે. વીડિયોમાં બંને એકદમ હેન્ડસમ લાગી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, એનિમલ એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં આ બે કલાકારો સિવાય રશ્મિકા મંદન્ના અને અનિલ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. રિપોર્ટ્‌સનું માનીએ તો આ ફિલ્મ આ વર્ષે ઓગસ્ટમાં રિલીઝ થવાની છે.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *