Maharashtra

ભાજપને મહારાષ્ટ્રની પેટાચૂંટણીમાં ઝટકો, ૨૮ વર્ષ બાદ કોંગ્રેસે ભાજપ પાસેથી આ સીટ આંચકી

મુંબઈ
નોર્થ ઈસ્ટના ૩ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ઉપરાંત પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભાની કાઉંટિંગ પણ ચાલી રહી છે. જાે કે, અમુક સીટો પર પરિણામ આવવા લાગ્યા છે. મહારાષ્ટ્રની કસ્બાપેઠ સીટ પર કોંગ્રેસે રવીન્દ્ર ધંગેકરને જીત અપાવી છે. આ સીટ પર ૧૯૯૫થી ભાજપનો કબ્જાે હતો. આ બાજૂ બંગાળમાં પણ કોંગ્રેસનું ખાતું ખુલી ગયું છે. બેરોન બિસ્વાસ સાગરીદીધી સીટ પર જીત મેળવી છે. ૨૦૨૧માં થયેલી ચૂંટણીમાં અહીં કોંગ્રેસને એક પણ સીટ નથી મળી શકી. અરુણાચલ પ્રદેશ ભાજપની ત્સેરિંગ લ્હામૂ બિનહરીફ ચૂંટણી જીતી ગયા છે. અરુણાચલ, ઝારખંડ, તમિલનાડૂ અને પશ્ચિમ બંગાળમાં એક એક સીટ પર પેટાચૂંટણી થઈ હતી. જ્યારે મહારાષ્ટ્રમાં ૨ સીટો પર. આ મતદાન ૨૬ અને ૨૭ ફેબ્રુઆરીએ થયું હતું. તો વળી લક્ષદ્વિપના સંસદીય વિસ્તારમાં પણ ૨૭ ફેબ્રુઆરીએ પેટાચૂંટણી થઈ હતી. મહારાષ્ટ્રના ચિંચવાડ, કસ્બાપેઠ સીટ પર ૨૬ ફેબ્રુઆરીએ વોટિંગ થયું હતું. ભાજપના ધારાસભ્ય મુક્તા તિલક (કસ્બાપેઠ) અને લક્ષ્મણ જગતાપ (ચિંચવાડ)ના નિધનના કારણે આ સીટ પર ચૂંટણી થઈ હતી. ચિંચવાડમાં ૧૮ રાઉન્ડના કાઉંટિગ બાદ અશ્વિની જગતાપને ૬૩૬૬ વોટથી લીડ મળી છે. કસ્બાપેઠમાં કોંગ્રેસના રવીન્દ્ર ધંગેરકર ૧૦૯૫૦ વોટથી જીત નોંધાવી છે. અહીં ૧૯૯૫ બાદથી ભાજપનો જ કબ્જાે હતો. આ વખતે અહીં હેમંત નારાયણ રસાણેએ ભાજપ તરફથી ચૂંટણી લડી હતી. તેમને કુલ ૬૨,૨૪૪ વોટ મળ્યા હતા.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *