મુંબઇ
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા શેર કરાયેલ પ્રોજેક્ટ રિપોર્ટ મુજબ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રે ૯૯.૭૫ ટકા જમીનનું સંપાદન પૂર્ણ કર્યું છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી ૯૮.૯૧ ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકાર સત્તામાં આવી તે પૂર્વે મહારાષ્ટ્રે માત્ર ૭૫ ટકા જમીન સંપાદન કર્યું હતું. આ ઉપરાંત સપ્ટેમ્બર ૨૦૨૧માં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં ૭.૯ હેક્ટરમાંથી ૧૦૦ ટકા જમીન હસ્તગત કરવામાં આવી હતી, આ અહેવાલને એક સમાચારપત્રએ ટાંક્યો છે. હાલ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનું કામ પુરજાેશમાં ચાલી રહ્યું છે. હાલમાં, મહારાષ્ટ્રમાં માત્ર ૧.૦૭ હેક્ટર જમીન સંપાદિત કરવાની બાકી છે. જ્યાં દ્ગૐજીઇઝ્રન્એ ૧,૯૮૪ ખાનગી પ્લોટ માટે રૂ. ૩,૨૧૭ કરોડનું વળતર ચૂકવ્યું છે. જ્યારે ઉપનગરીય મુંબઈમાં પ્રોજેક્ટ માટે જરૂરી ૪.૮૩ હેક્ટર સંપૂર્ણ રીતે સંપાદિત કરવામાં આવી છે. ત્યારે પાલઘરમાં ૦.૩૨ હેક્ટર અને થાણેમાં ૦.૭૫ હેક્ટરના નાના પ્લોટ પેન્ડિંગ લિસ્ટમાં છે. તેની સરખામણીમાં ગુજરાતમાં ૧૦.૫૩ હેક્ટર જમીન હજુ સંપાદિત કરવાની બાકી છે, જ્યાં ૬,૨૪૮ ખાનગી પ્લોટ માટે રૂ. ૬,૧૦૪ કરોડ ચૂકવવામાં આવ્યા છે. બુલેટ ટ્રેન જે આઠ જિલ્લામાંથી પસાર થશે તેમાંથી ખેડા, આણંદ, નવસારી અને વલસાડ જિલ્લામાં જમીન સંપાદનની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ ગઈ છે. ૫.૪૭ હેક્ટર સાથે વડોદરામાં સૌથી વધુ બાકી સંપાદન બાકી છે, ત્યારબાદ સુરતમાં ૪.૮૯ હેક્ટર છે. અમદાવાદ અને ભરૂચમાં પણ અનુક્રમે ૦.૦૨ હેક્ટર અને ૦.૦૫ હેક્ટરનું સંપાદન બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ સપ્ટેમ્બર ૨૦૧૭માં અમદાવાદમાં સાબરમતી ખાતે રૂપિયા ૧.૧ લાખ કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. જમીન સંપાદનની પ્રક્રિયા થોડા મહિના પછી શરૂ થઈ અને ખેડૂતોના વિરોધની માંગણીઓ ઉચ્ચ વળતરથી સંતોષમાં આવી હતી. એનએચઆરસીએલએ પછીથી ખાનગી જમીન માલિકોને ચૂકવવામાં આવતા વળતરમાં સુધારો કર્યો છે.