Maharashtra

રાઘવ ચઢ્ઢાએ કન્ફર્મ કરી લગ્નની વાત?…. અને કહી દીધું કે “મીડિયાને નથી આમંત્રણ”

મુંબઈ
પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા લગ્ન કરવા જઈ રહ્યા છે. આ વાત અમે નથી કહી રહ્યા પરંતુ તેમની નિકટતા રહી રહી છે. જે દિનપ્રતિદિન વધતી જાેવા મળી રહી છે. તેમાં પણ આજે દિલ્હી પહોંચેલા આ કપલે આ વાતની પુષ્ટિ પણ કરી દીદી છે. જ્યારે મીડિયાએ લગ્ન પર બોલાવવા વિશે સવાલ કર્યો ત્યારે રાઘવ ચઢ્ઢાએ પોતાની ચુપ્પી તોડી અને કહ્યુ કે, મીડિયાને કોઈ આમંત્રણ મળવાનું નથી. બંને લગ્ન ક્યારે કરશે તે વિશે તો જાણકારી નથી. પરંતુ એવી ખબર સામે આવી રહી છે કે, બંને ખૂબ જ જલ્દી સગાઈ કરવા જઈ રહ્યા છે. શનિવારે સગાઈનું મૂહુર્ત છે અને આ દિવસે પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં દિલ્હીમાં બંને એકબીજાને રિન્ગ એક્સચેન્જ કરીને પોતાના સંબંધને નવું નામ આપશે. ગઈકાલે બંનેને દિલ્હી એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતાં. જ્યારે તેઓ બહાર આવી રહ્યા હતાં તો મીડિયાોએ તેમને ઘેરી લીધા અને સવાલોનો વરસાદ કર્યો હતો. બંનેને પહેલા લગ્નની તારીખ પુછવામાં આવી તો તેઓ હંમેશાની જેમ શરમાઈ ગયાં. ત્યારબાદ પૈપરાઝીએ પુછ્યુ કે, તેમને લગ્નમાં બોલાવાવમાં આવશે કે નહીં. પૈપરાઝીએ પુછ્યુ, લગ્નમાં બોલાવી રહ્યા છો પરી? જેના પર પરિણીતીએ કોઈ જવાબ ના આપ્યો. જાેકે, રાઘવ ચઢ્ઢાને આ સવાલ પુછવામાં આવ્યો તો તેણે સ્પષ્ટ કહી ધીધું કે, નહીં મીડિયાને આમંત્રણ નથી… હવે રાઘવ ચઢ્ઢાએ વાતોવાતોમાં સ્પષ્ટ કરી દીધું છે કે, લગ્ન પાક્કા થવાના છે. પરંતુ, હવે તેને લઈને સસ્પેન્સ છે કે થશે ક્યારે? એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે, બંનેએ સગાઈ પહેલાથી જ કરી લીધી છે. પરંતુ, સાથે એ પણ ખબર સામે આવી રહી છે કે બંને ઓક્ટોબરમાં લગ્નન માટે પ્લાન કરી રહ્યા છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *