Maharashtra

શરદ પવારની પાર્ટી કર્ણાટકમાં ૪૫ સીટો પર ચૂંટણી લડશે..!!

મુંબઇ
કર્ણાટક ચૂંટણી માટે તમામ પાર્ટીઓએ તૈયારીઓ તેજ કરી દીધી છે. આ દરમિયાન કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. શરદ પવારની નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટક ચૂંટણી લડવાનો ર્નિણય લીધો છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર શરદ પવારનું કહેવું છે કે રાજ્યની ૨૨૪ વિધાનસભા સીટોમાંથી તેમની પાર્ટી ૪૦-૪૫ સીટો પર ચૂંટણી લડશે. કર્ણાટકમાં ચૂંટણી લડવાનો ર્નિણય એ નેશનલ પાર્ટીનો દરજ્જાે હાંસલ કરવા માટે એનસીપી દ્વારા લેવાયેલું પગલું છે. આ અંગે દ્ગઝ્રઁના નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે અમારે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જાે પાછો મેળવવા માટે જરૂરી પગલાં ભરવા પડશે. શરદ પવારે મુંબઈ પાર્ટી કાર્યાલયમાં બેઠક બોલાવી છે. પવારે કહ્યું કે અમારો પક્ષ આગામી ચૂંટણી માટે ઉમેદવારોની યાદીને ટૂંક સમયમાં ફાઈનલ કરવામાં આવશે. કર્ણાટકમાં ૧૦ મેના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર) વચ્ચે ત્રિકોણીય મુકાબલો માનવામાં આવી રહ્યો હતો. રાજકીય નિષ્ણાતો માને છે કે શરદ પવારનો આ ર્નિણય વિપક્ષની એકતા માટે ઝટકો છે. કર્ણાટકમાં દ્ગઝ્રઁ ચૂંટણી લડવાથી કોંગ્રેસને સીધું નુકસાન થશે એટલે કે કોંગ્રેસની વોટબેંકમાં ગાબડું પડશે. શરદ પવાર ગુરુવારે સાંજે જ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા. આ બેઠક દિલ્હીમાં ખડગેના નિવાસસ્થાને થઈ હતી. બેઠક બાદ રાહુલે કહ્યું હતું કે અમે બધા એક છીએ. સાથે જ ખડગેએ કહ્યું કે અમે દેશ અને લોકતંત્રને બચાવવા માટે એક થઈને લડવા માટે તૈયાર છીએ. શરદ પવારે કહ્યું હતું કે હું ઈચ્છું છું કે વિરોધ પક્ષના તમામ નેતાઓ સાથે વાતચીત થવી જાેઈએ. મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ સાથે પણ વાત કરવી જાેઈએ. આપણે જઈને તેની સાથે વાત કરવી જાેઈએ. અમે વિપક્ષને એક કરવા માટે બધાને સાથે લઈને આગળ વધીશું.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *