મુંબઇ
શિવસેના(યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીમાં એક મોટાપાયે પરિવર્તન થયું છે. જે કયારેક પોતાની આક્રમક ભૂમિપુત્રોની રાજનીતિ માટે જાણતી હતી. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે પોતાના પિતા ઉદ્વવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના જુથ દ્વારા આયોજીત રોજગાર મેળામાં બોલી રહ્યાં હતાં. ૩૨ વર્ષીય આદિત્ય ઠાકરેએ કહ્યું કે શિવસેનામાં આમૂલ પરિવર્તન થયું છે જે માટીના પુત્રોના અધિકારો માટે આંદોલન શરૂ કરતી હતી. હવે અમે માટીના પુત્રો ખાસ કરીને યુવાનોના મુદ્દાને સંબોધિત કરવા માટે નોકરી મેળો આયોજિત કરીએ છીએ એક નવી અને મજબુત શિવસેના બની રહી છે કારણ કે યુવા તેનો હિસ્સો બની રહ્યાં છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે ભાજપની ગઠબંધન સરકાર અને એકનાથ શિંદેના નેતૃત્વ વાળી બાલાસાહેબંચી શિવસેનાએ લોકોને વિભાજીત કરવા સિવાય કંઇ કર્યું નથી ગત અનેક મહીનાઓથી આદિત્ય ઠાકરે મહારાષ્ટ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યાં છે. એ યાદ રહે કે ૨૨ ડિસેમ્બરે ભાજપ નેતા નિતેશ રાણેએ દિશા સાલિયાન મોતના મામલામાં શિવસેના નેતા આદિત્ય ઠાકરેનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી જયારે આ મામલા પર આદિત્ય ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રની શિંદે સરકાર એક ૩૨ વર્ષના યુવાથી ગભરાઇ ગઇ છે.આદિત્ય ઠાકરેએ કહ્યું કે એક નવયુવાને મહારાષ્ટ્ર સરકારને ધ્રુજાવી રાખી દીધી છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે આ લોકોના પણ જવાન પુત્ર અને પુત્રીઓ છે. એ યાદ રહે કે દિશા સાલિયાન મામલામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે વિશેષ તપાસ ટુકડી (એસઆઇટી)ની રચનાની જાહેરાત કરી હતી ફડનવીસે કહ્યું હતું કે દિશા સાલિયાનનો મામલો પહેલા જ મુંબઇ પોલીસની પાસે છે અને જેમની પાસે પણ પુરાવા છે તેને તેઓ એસઆઇટીને આપી શકે છે.તેમણે ભાજપના ધારાસભ્યો અને એકનાથ શિંદે જુથના શિવસેના ધારાસભ્યોની માંગ પર આ મામલાની તપાસ એસઆઇટીને સોંપી છે


