Maharashtra

સુષ્મિતા સેનને આવ્યો હાર્ટ એટેક!.. ઇમરજન્સીમાં એક્ટ્રેસની કરાઇ સર્જરી!..

મુંબઈ
સુષ્મિતા સેનના હાર્ટ એટેકના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. આ કોઈ ગોસિપ કે અફવા નથી, પરંતુ આ વાતની જાણકારી ખુદ સુષ્મિતાએ જ આપી છે. સુષ્મિતા સેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે તેને થોડા દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો, જાેકે તે હવે ઠીક છે. સુષ્મિતા સેનની હેલ્થ સાથે જાેડાયેલા આ સમાચારે તેના ફેન્સ વચ્ચે હલચલ મચાવી દીધી છે અને દરેક જણ તેને સ્વસ્થ થવા માટે વિશ કરી રહ્યાં છે. સુષ્મિતા સેને પોતાની હેલ્થ અપડેટ આપતી એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે પોતાના પિતા સાથે પોતાની એક તસવીર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં સુષ્મિતા તેના પિતા સુબીર સેન સાથે જાેવા મળે છે. આ પોસ્ટમાં સુષ્મિતાએ તેની સ્થિતિ વિશે પણ જણાવ્યું છે જે દરેકને ચોંકાવી રહ્યું છે. તેણે કહ્યું છે કે તેને હાર્ટ એટેકની સ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું. આ પોસ્ટમાં સુષ્મિતાએ લખ્યું છે કે, ‘તમારા હૃદયને ખુશ અને મજબૂત રાખો, અને જ્યારે તમને સૌથી વધુ જરૂર પડશે ત્યારે તે તમારી સાથે રહેશે શોના (આ મારા પિતા કહે છે). મને બે દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો અને તે પછી મારી એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, સ્ટંટ મુકવામાં આવ્યો હતો અને સૌથી અગત્યનું મારા કાર્ડિયોલોજિસ્ટે પુષ્ટિ કરી હતી કે મારું દિલ ખરેખર વિશાળ છે. સુષ્મિતાએ આ પોસ્ટમાં આગળ લખ્યું છે કે, ‘હું અહીં ઘણા લોકોનો આભાર માનવા માંગુ છું, જેમની મદદથી મને સમયસર સારવાર મળી શકી અને તેમના તાત્કાલિક પગલાંને કારણે હું સ્વસ્થ થઈ શકી. હું મારી આગામી પોસ્ટમાં તે પણ કહીશ. મેં આ પોસ્ટ ફક્ત મારા ચાહકોને અપડેટ કરવા અને જણાવવા માટે કરી છે કે હું હવે ઠીક છું. હું ફરી એકવાર ખુલીને મારું જીવન જીવવા તૈયાર છું. આપ સૌને ખૂબ ખૂબ પ્રેમ.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *