Maharashtra

સુહાના ખાન અને અગસ્ત્ય નંદાના ડેટિંગની ચર્ચાઓ શરૂ થઇ, શું બંને વચ્ચે ચાલે છે ઇલુ-ઇલુ?!..

મુંબઈ
બોલિવૂડના સ્ટાર કિડ્‌સ શુક્રવારે મુંબઈમાં જન્મદિવસની પાર્ટી માટે ભેગા થયા હતા. પાર્ટીમાં સુહાના ખાન અને અગસ્ત્ય નંદા ઉપરાંત નવ્યા નવેલી નંદા, આર્યન ખાન, ખુશી કપૂર, શનાયા કપૂર અને અનન્યા પાંડે પણ હાજર રહ્યાં હતાં. પાર્ટીમાં રાની મુખર્જી, ગૌરી ખાન અને શ્વેતા બચ્ચન પણ જાેવા મળી હતી. આ જન્મદિવસની પાર્ટી કાજલ આનંદની હતી, જે કરણ જાેહર સિવાય ઘણા બોલિવૂડ સેલેબ્સના મિત્ર છે. પાર્ટીમાં નેહા ધૂપિયા અને અંગદ બેદી પણ પહોંચ્યા હતા. શનાયા કપૂરના માતા-પિતા મહીપ કપૂર અને સંજય કપૂર પણ સેલિબ્રેશનમાં સામેલ થયા હતા. આ પાર્ટીમાં નવ્યા નવેલી નંદાનો બોયફ્રેન્ડ સિદ્ધાંત ચતુર્વેદી પણ હાજર રહ્યો હતો. ફિલ્મ નિર્માતાઓ ઝોયા અખ્તર અને અયાન મુખર્જીએ પણ પાર્ટીમાં તેમની હાજરી અનુભવી હતી, પરંતુ પાપારાઝીનું ધ્યાન મોટે ભાગે સુહાના ખાન તરફ હતું. સુહાના ખાન અને અગસ્ત્ય નંદાના ડેટિંગની ચર્ચાઓ જાેરમાં છે. અમિતાભ બચ્ચનના દોહિત્રએ ક્રિસમસ પાર્ટીમાં સુહાના ખાનનો પરિચય તેના પરિવાર સાથે કરાવ્યો અને તેને પોતાની પાર્ટનર ગણાવી. તે પાર્ટીમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ પહોંચ્યા હતા. સુહાના ખાન બ્લેક બોડીકોન ડ્રેસમાં ગ્લેમરસ દેખાતી હતી, જ્યારે અગસ્ત્ય પાર્ટી સ્થળની બહાર બહેન નવ્યા સાથે પોઝ આપતો જાેવા મળ્યો હતો. તેણે વાદળી ડેનિમ સાથે બેજ જેકેટ પહેર્યું હતું. સુહાના ખાન અને અગસ્ત્ય નંદા ઝોયા અખ્તરની ધ આર્ચીઝથી ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં તેની સાથે ખુશી કપૂર પણ જાેવા મળશે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે. ફિલ્મમાં યુવરાજ મેંડા, મિહિર આહુજા અને વેદાંગ રૈના પણ ખાસ ભૂમિકામાં છે.

Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *