Maharashtra

સોનાના વાયદાના ભાવમાં રૂ.194ની વૃદ્ધિઃ ચાંદીમાં રૂ.284નો ઘટાડોઃ ક્રૂડ તેલ રૂ.144 વધ્યું

નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.97,831 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.2,02,820 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.323 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 13થી 19 જાન્યુઆરીના સપ્તાહ દરમિયાન 38,73,239 સોદાઓમાં કુલ રૂ.3,00,973.44 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.97,830.81 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.2,02,819.71 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.56,303ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.56,588 અને નીચામાં રૂ.56,122ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.194ની વૃદ્ધિ સાથે રૂ.56,546ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.594 વધી રૂ.45,209 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.34 વધી રૂ.5,559ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,289ના ભાવે ખૂલી, રૂ.137 વધી રૂ.56,443ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.68,717ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.70,077 અને નીચામાં રૂ.67,425ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.284ના ભાવઘટાડા સાથે રૂ.68,359ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.251 ઘટી રૂ.68,429 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.268 ઘટી રૂ.68,407 બંધ થયો હતો. સપ્તાહ દરમિયાન, સોના-ચાંદીમાં એમસીએક્સ પર 9,27,853 સોદાઓમાં કુલ રૂ.52,957 કરોડનાં કામકાજ થયાં હતાં.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,15,064 સોદાઓમાં રૂ.19,577.28 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.4.50 વધી રૂ.220.10 અને જસત જાન્યુઆરી વાયદો રૂ.12.80 વધી રૂ.295ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.5.95 વધી રૂ.775.20 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.189ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.6,372ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,697 અને નીચામાં રૂ.6,352ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.144 વધી રૂ.6,535 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.45.30 ઘટી રૂ.268.80 બંધ થયો હતો. સપ્તાહ દરમિયાન એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 4,93,912 સોદાઓમાં કુલ રૂ.25,214.96 કરોડનો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,854 સોદાઓમાં રૂ.81.57 કરોડનાં કામકાજ થયા હતા. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.30.40 ઘટી રૂ.1019 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન, એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.21,694.92 કરોડનાં 38,469.091 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.31,262.08 કરોડનાં 4,530.253 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.9,952.11 કરોડનાં 1,52,59,400 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.15,263 કરોડનાં 532643750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલના વાયદાઓમાં રૂ.81.57 કરોડનાં 783.72 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 24,113.892 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 855.055 ટન, ક્રૂડ તેલમાં 495700 બેરલ અને નેચરલ ગેસમાં 53761250 એમએમબીટીયૂ તેમ જ મેન્થા તેલમાં 482.04 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.322.92 કરોડનાં 4,131 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 15,547ના સ્તરે ખૂલી, 108 પોઈન્ટ વધી 15,630ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.2,02,819.71 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.12,204.45 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,693.18 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,48,166.76 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.40,719.34 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *