Maharashtra

સોનાના વાયદાના ભાવમાં રૂ.270 અને ચાંદીમાં રૂ.421ની વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં નરમાઈ

પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.6,994 કરોડ અને ઓપ્શન્સમાં
રૂ.16604.92 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.19 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,87,027 સોદાઓમાં કુલ રૂ.23,617.4 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,993.59 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.16604.92
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 65,638 સોદાઓમાં રૂ.4,582.75 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.60,731ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,981 અને નીચામાં રૂ.60,693 ના મથાળે અથડાઈ, પ્રથમ
સત્ર સુધીમાં રૂ.270 વધી રૂ.60,898ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.91
વધી રૂ.48,374 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.27 વધી રૂ.6,034ના ભાવે પહોંચ્યો હતો. સોનું-
મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.267 વધી રૂ.60,671ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.76,034ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.76,411 અને નીચામાં રૂ.75,841 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.421 વધી રૂ.76,334 ના
સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.436 વધી રૂ.76,187 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ
રૂ.445 વધી રૂ.76,186 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,859 સોદાઓમાં રૂ.1,131.06 કરોડના વેપાર થયા હતા.
તાંબુ એપ્રિલ વાયદો રૂ.781.50ના ભાવે ખૂલી, રૂ.3.35 વધી રૂ.785.85 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ
રૂ.2.80 વધી રૂ.207.90ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2 વધી રૂ.250ના ભાવ થયા હતા. મિની
વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.2.70 વધી રૂ.208 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ
રૂ.0.05 ઘટી રૂ.182.60 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.2 વધી રૂ.249.70 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 34,520 સોદાઓમાં રૂ.1,265.88 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,797ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,830
અને નીચામાં રૂ.6,771 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.36 ઘટી રૂ.6,779 બોલાયો હતો, જ્યારે ક્રૂડ
તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.33 ઘટી રૂ.6,778 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1
એમએમબીટીયૂદીઠ રૂ.172ના ભાવે ખૂલી, રૂ.1.10 વધી રૂ.173.90 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 1 વધી
174 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.13.90 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી એપ્રિલ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.62,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,840 અને

નીચામાં રૂ.62,600 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.80 વધી રૂ.62,700ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા
તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.12.70 વધી રૂ.997.10 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,138.62 કરોડનાં
3,515.133 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,444.13 કરોડનાં 320.017 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.671.11 કરોડનાં 9,86,690 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.594.77 કરોડનાં 3,41,97,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.203.66 કરોડનાં 9,831 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.109.95 કરોડનાં 6,016 ટન તાંબાના વાયદાઓમાં રૂ.506.98 કરોડનાં 6,478 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.310.47 કરોડનાં 12,481 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.6.36 કરોડનાં 1,008 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.7.54 કરોડનાં 75.6
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 21,758.927 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 958.513 ટન, તાંબાના વાયદાઓમાં 10,400 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 17,695 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,048 ટન તથા જસત અને જસત-મિનીમાં
21,750 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 9,47,490 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 6,82,31,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
16,224 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 299.16 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.18.89 કરોડનાં 227 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 629 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ એપ્રિલ વાયદો 16,630
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,676 અને નીચામાં 16,595 બોલાઈ, 81 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 69 પોઈન્ટ વધી
16,661 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.16604.92 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.522.84 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.664.55 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.14201.53 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1215.87
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.203.14 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6,800 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.99ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.115 અને નીચામાં રૂ.83.80
ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.24.80 ઘટી રૂ.87.50 થયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.180
સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.70 ખૂલી, ઉપરમાં રૂ.6.55 અને નીચામાં
રૂ.4.40 રહી, અંતે રૂ.0.30 વધી રૂ.6.25 થયો હતો.
સોનું મે રૂ.62,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.456ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.652 અને નીચામાં રૂ.456 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.98.50 વધી રૂ.621 થયો હતો,
જ્યારે સોનું-મિની એપ્રિલ રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.382 ખૂલી, ઊપરમાં
રૂ.480 અને નીચામાં રૂ.382 રહી, અંતે રૂ.66 વધી રૂ.464 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.76,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,479ના ભાવે ખૂલી, રૂ.241 વધી
રૂ.1,588.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.76,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ

રૂ.1,070ના ભાવે ખૂલી, રૂ.142.50 વધી રૂ.1,056 થયો હતો. સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ દીઠ જસત એપ્રિલ રૂ.250
સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.0.59 વધી રૂ.1.77 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6,800 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.100.10ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.113.90 અને નીચામાં રૂ.86.10 ના મથાળે
અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8.90 વધી રૂ.108.40 થયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.170 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.45 ખૂલી, ઉપરમાં રૂ.8.25 અને નીચામાં રૂ.6.25 રહી,
અંતે રૂ.0.50 ઘટી રૂ.6.65 થયો હતો.
સોનું મે રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.281.50ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.295 અને નીચામાં રૂ.261 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.27 ઘટી રૂ.274.50
થયો હતો, જ્યારે સોનું-મિની એપ્રિલ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.360
ખૂલી, ઊપરમાં રૂ.360 અને નીચામાં રૂ.290 રહી, અંતે રૂ.73 ઘટી રૂ.298.50 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.851ના ભાવે ખૂલી, રૂ.114 ઘટી
રૂ.862.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.600ના
ભાવે ખૂલી, રૂ.194.50 ઘટી રૂ.516 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *