Maharashtra

સોનાના વાયદાના ભાવમાં રૂ.345નો કડાકોઃ ચાંદીમાં રૂ.15નો નોમિનલ સુધારો

એમસીએક્સ પર ગુડફ્રાઈડે નિમિત્તે બંધ રહેલાં કામકાજઃ ગુરૂવારે મોડી રાત્રે પૂરા
થતાં સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.16,989 કરોડ અને ઓપ્શન્સમાં
રૂ.39007.6 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.30 કરોડનાં કામકાજ
મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ
ફ્યુચર્સમાં ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 7,52,780 સોદાઓમાં કુલ રૂ.56,026.3 કરોડનું
ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.16,988.86 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો
રૂ.39007.6 કરોડનો હતો. દરમિયાન, શુક્રવારના રોજ ગુડ ફ્રાઈડે નિમિત્તે એક્સચેન્જ પર કામકાજ બંધ રહ્યા હતા.
ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં સત્ર સુધીમાં કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર
1,55,809 સોદાઓમાં રૂ.10,479.69 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન
વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,679ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,836 અને
નીચામાં રૂ.60,330ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.345 ઘટી રૂ.60,511ના ભાવે પહોંચ્યો હતો. આ સામે
ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.136 ઘટી રૂ.48,074 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.20
ઘટી રૂ.5,952ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.305 ઘટી રૂ.60,276ના સ્તરે પહોંચ્યો
હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,339ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.74,820 અને નીચામાં રૂ.73,726ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.15 વધી રૂ.74,570ના સ્તરે
બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.16 વધી રૂ.74,475 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.4 વધી
રૂ.74,452 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 14,612 સોદાઓમાં રૂ.1,826.43 કરોડના વેપાર થયા હતા.
તાંબુ એપ્રિલ વાયદો રૂ.768.95ના ભાવે ખૂલી, રૂ.4.20 વધી રૂ.771.10 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ
રૂ.0.75 વધી રૂ.206.55 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.30 ઘટી રૂ.181ના ભાવ થયા હતા. જસત એપ્રિલ
કોન્ટ્રેક્ટ રૂ.1.50 ઘટી રૂ.247ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ
રૂ.0.70 વધી રૂ.206.65 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.20 ઘટી રૂ.180.70 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.1.45
ઘટી રૂ.247.50 બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 1,26,195 સોદાઓમાં રૂ.4,644.65 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,551ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,627
અને નીચામાં રૂ.6,527ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.12 ઘટી રૂ.6,593 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-
મિની એપ્રિલ વાયદો રૂ.11 ઘટી રૂ.6,593 બંધ થયો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ

રૂ.176ના ભાવે ખૂલી, રૂ.7.10 ઘટી રૂ.169.20 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 6.9 ઘટી 169.7 બંધ થયો
હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.38.09 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી એપ્રિલ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.63,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,520 અને
નીચામાં રૂ.63,140ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.380 વધી રૂ.63,400ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ
એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.10 વધી રૂ.992 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4,404 કરોડનાં
7,271.453 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.6,075.69 કરોડનાં 815.740 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.2,101.56 કરોડનાં 31,93,160 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.2,543.09 કરોડનાં 14,45,43,250 એમએમબીટીયૂ નાં કામ થયાં
હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.203.23 કરોડનાં 9,837 ટન
સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.82.93 કરોડનાં 4,591 ટન તાંબાના વાયદાઓમાં રૂ.1,083.26 કરોડનાં
14,073 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.457.01 કરોડનાં 18,435 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.35.51 કરોડનાં 5,568 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.2.58 કરોડનાં 25.92
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર બંને સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 21,394.331 કિલો અને ચાંદીના
વિવિધ વાયદાઓમાં 891.246 ટન, તાંબાના વાયદાઓમાં 10,277.500 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-
મિનીમાં 16,132 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,282 ટન તથા જસત અને જસત-મિનીમાં 22,268 ટન, એનર્જી
સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 7,50,050 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-
મિની વાયદાઓમાં 7,04,45,750 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 15,552 ખાંડી અને
મેન્થા તેલ વાયદામાં 310.32 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.29.84 કરોડનાં 362 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 600 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ એપ્રિલ વાયદો 16,500
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,560 અને નીચામાં 16,407 બોલાઈ, 153 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 70 પોઈન્ટ ઘટી
16,475 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.39007.6 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1646.46 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1105.45 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.33030.43 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3224.48
કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *