Maharashtra

સોનાના વાયદામાં રૂ.269ની વૃદ્ધિ સાથે ઓલ ટાઈમ હાઈ ભાવ નોંધાયા

ચાંદી, ક્રૂડ તેલ, મેન્થા તેલ પણ સુધર્યાઃ નેચરલ ગેસમાં નરમાઈઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8,247 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.15,440 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.33 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,95,343 સોદાઓમાં કુલ રૂ.23,719.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8246.56 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.15439.69 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 74,801 સોદાઓમાં કુલ રૂ.5,154.79 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,915ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં ઓલ ટાઈમ હાઈ રૂ.56,245 નોંધાયો, જ્યારે નીચામાં રૂ.55,900ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.269 વધી રૂ.56,144ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.143 વધી રૂ.44,758 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.20 વધી રૂ.5,545ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.55,845ના ભાવે ખૂલી, રૂ.228 વધી રૂ.56,029ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,717ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,916 અને નીચામાં રૂ.68,310 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.80 વધી રૂ.68,723 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.75 વધી રૂ.68,755 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.76 વધી રૂ.68,751 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,429 સોદાઓમાં રૂ.1,531.46 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.1.60 વધી રૂ.217.20 અને જસત જાન્યુઆરી વાયદો રૂ.4.20 વધી રૂ.287ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.55 ઘટી રૂ.768.70 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.70 વધી રૂ.190ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 30,242 સોદાઓમાં કુલ રૂ.1,545.80 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,372ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,454 અને નીચામાં રૂ.6,360 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.53 વધી રૂ.6,444 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.20 ઘટી રૂ.305.90 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 319 સોદાઓમાં રૂ.14.51 કરોડનાં કામકાજ થયા હતા. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.15.10 વધી રૂ.1064.50 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,961.66 કરોડનાં 5,278.831 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,193.13 કરોડનાં 319.163 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.717.99 કરોડનાં 11,19,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.828 કરોડનાં 27628750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલના વાયદાઓમાં રૂ.14.51 કરોડનાં 136.44 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 22,425.693 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 888.958 ટન, ક્રૂડ તેલમાં 735200 બેરલ અને નેચરલ ગેસમાં 45167500 એમએમબીટીયૂ તેમ જ મેન્થા તેલમાં 511.2 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.33.31 કરોડનાં 428 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 15,547ના સ્તરે ખૂલી, 60 પોઈન્ટ વધી 15,582ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.15,439.69 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,348.57 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.80.06 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.11,925.33 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,085.17 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.236.36 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.94.50 ખૂલી, ઊપરમાં રૂ.133.50 અને નીચામાં રૂ.93.40 રહી, અંતે રૂ.14.80 વધી રૂ.128.70 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.22.45 ખૂલી, ઊપરમાં રૂ.26.85 અને નીચામાં રૂ.20.70 રહી, અંતે રૂ.4.05 ઘટી રૂ.25.15 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.322.50 ખૂલી, ઊપરમાં રૂ.514.50 અને નીચામાં રૂ.310 રહી, અંતે રૂ.146.50 વધી રૂ.476 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.349 ખૂલી, ઊપરમાં રૂ.470 અને નીચામાં રૂ.330 રહી, અંતે રૂ.130.50 વધી રૂ.456 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.72,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.871 ખૂલી, ઊપરમાં રૂ.910 અને નીચામાં રૂ.807 રહી, અંતે રૂ.19 વધી રૂ.878 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.135 ખૂલી, ઊપરમાં રૂ.135 અને નીચામાં રૂ.84 રહી, અંતે રૂ.32.20 ઘટી રૂ.87.80 થયો હતો. જ્યારે સોનું જાન્યુઆરી રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.119.50 ખૂલી, ઊપરમાં રૂ.119.50 અને નીચામાં રૂ.70 રહી, અંતે રૂ.54 ઘટી રૂ.76.50 થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.17 ખૂલી, ઊપરમાં રૂ.22.25 અને નીચામાં રૂ.17 રહી, અંતે રૂ.3.95 વધી રૂ.18.80 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.35.50 ખૂલી, ઊપરમાં રૂ.45 અને નીચામાં રૂ.23.50 રહી, અંતે રૂ.11.50 ઘટી રૂ.28.50 થયો હતો. ચાંદીફેબ્રુઆરી રૂ.68,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.400 ખૂલી, ઊપરમાં રૂ.1,840 અને નીચામાં રૂ.400 રહી, અંતે રૂ.12.50 વધી રૂ.1,697 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *