Maharashtra

સોના-ચાંદી, ક્રૂડ તેલ, નેચરલ ગેસ, મેન્થા તેલના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈ

સીસા સિવાયની તમામ બિનલોહ ધાતુઓ ઢીલીઃ ગોલ્ડ-ગિની, ગોલ્ડ-પેટલમાં
વૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7229 કરોડ અને ઓપ્શન્સમાં
રૂ.6011 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.25 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,74,278 સોદાઓમાં કુલ રૂ.13,264.82 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7228.73 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.6011.12 કરોડનો
હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 60,000 સોદાઓમાં કુલ રૂ.4,734.98 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં
રૂ.56,940ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,990 અને નીચામાં રૂ.56,760 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.183 ઘટી રૂ.56,786ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8
ગ્રામદીઠ રૂ.574 વધી રૂ.46,844 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.46 વધી રૂ.5,626ના ભાવે
પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,895ના ભાવે ખૂલી, રૂ.180 ઘટી રૂ.56,701ના સ્તરે
પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,497ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.68,549 અને નીચામાં રૂ.68,153 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.243 ઘટી
રૂ.68,299 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.276 ઘટી રૂ.68,353 અને ચાંદી-માઈક્રો
ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.258 ઘટી રૂ.68,349 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 6,681 સોદાઓમાં રૂ.1,120.62 કરોડના વેપાર થયા હતા.
એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.05 ઘટી રૂ.225.65 અને જસત જાન્યુઆરી વાયદો રૂ.1.10 ઘટી
રૂ.299ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.40 ઘટી રૂ.792.40 તેમ જ સીસું જાન્યુઆરી
કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.184ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 30,120 સોદાઓમાં કુલ રૂ.1,366.76 કરોડનો ધંધો થયો હતો.
ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,580ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,591 અને

નીચામાં રૂ.6,508 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.11 ઘટી રૂ.6,551 બોલાયો હતો, જ્યારે
નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.13 ઘટી રૂ.253.60 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 142 સોદાઓમાં રૂ.6.37 કરોડનાં કામકાજ થયા હતા. મેન્થા
તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.70 ઘટી રૂ.997.40 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,825.40 કરોડનાં
4,957.350 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.1,909.58 કરોડનાં 278.875 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.475.90 કરોડનાં 7,25,900 બેરલ અને નેચરલ ગેસના
વાયદાઓમાં રૂ.891 કરોડનાં 35593750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલના
વાયદાઓમાં રૂ.6.37 કરોડનાં 63 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 23,244.006 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 834.400 ટન, ક્રૂડ તેલમાં 555400 બેરલ અને નેચરલ ગેસમાં 49130000
એમએમબીટીયૂ તેમ જ મેન્થા તેલમાં 444.24 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.24.97 કરોડનાં
318 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 15,723ના સ્તરે ખૂલી, 63 પોઈન્ટ ઘટી 15,689ના
સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.6,011.12 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.455.74 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.157.06 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,171.77 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,225.22 કરોડનાં
કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.188.18 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં
ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.258 ખૂલી, ઊપરમાં
રૂ.260.30 અને નીચામાં રૂ.219.50 રહી, અંતે રૂ.11.10 ઘટી રૂ.234.60 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી
રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.95 ખૂલી, ઊપરમાં રૂ.8.95 અને
નીચામાં રૂ.7.20 રહી, અંતે રૂ.1.35 ઘટી રૂ.8.05 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.68,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,025 ખૂલી, ઊપરમાં રૂ.2,025 અને નીચામાં રૂ.1,850 રહી, અંતે રૂ.110.50 ઘટી
રૂ.1,903.50 થયો હતો. સોનું માર્ચ રૂ.59,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.393
ખૂલી, ઊપરમાં રૂ.397 અને નીચામાં રૂ.335 રહી, અંતે રૂ.72 ઘટી રૂ.339 થયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી
રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.755 ખૂલી, ઊપરમાં રૂ.755 અને નીચામાં
રૂ.632 રહી, અંતે રૂ.66.50 ઘટી રૂ.647 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ
કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.231 ખૂલી, ઊપરમાં રૂ.258.60 અને નીચામાં રૂ.225.40 રહી, અંતે રૂ.6.10 વધી રૂ.238.40
થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.400 ખૂલી,
ઊપરમાં રૂ.431.50 અને નીચામાં રૂ.398 રહી, અંતે રૂ.7 વધી રૂ.409 થયો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.250ની
સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.22.10 ખૂલી, ઊપરમાં રૂ.25.70 અને નીચામાં
રૂ.21.45 રહી, અંતે રૂ.4.75 વધી રૂ.24.35 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.68,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,435.50 ખૂલી, ઊપરમાં રૂ.1,643 અને નીચામાં રૂ.1,435.50 રહી, અંતે રૂ.44
વધી રૂ.1,563.50 થયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10
ગ્રામદીઠ રૂ.300 ખૂલી, ઊપરમાં રૂ.370 અને નીચામાં રૂ.300 રહી, અંતે રૂ.41.50 વધી રૂ.364.50 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *