મુંબઈ
સાઉથ ફિલ્મ જગતની અભિનેત્રી મમતા મોહનદાસે પોતાને કોઢ જેવી ચામડીની એક બીમારી હોવાનું ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યુ હતું. જેમાં તેણીની ચામડીનો રંગ જતો હોવાનું જણાવ્યુ હતું. મમતા મોહનદાસે અગાઉ થોડા સમય પહેલા તેના વિશેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી હતી. મમતા દરિયા કિનારાના સુંદર લોકેશન પર પોતાની રીતે પોતાનું જીવન જીવી રહી છે, જેની તે પણ હકદાર છે. પણ હવે તેણે પોતાની એક ગંભીર બીમારીની જાહેરાત પણ ઇન્સ્ટાગ્રામ પર જ કરી દીધી છે. બહુ ઓછા લોકો જાણે છે કે મમતા મોહનદાસ કેન્સર સર્વાઈવર છે અને તેમને વર્ષ ૨૦૧૦ માં હોજકિન લિમ્ફોમા હોવાનું નિદાન થયું હતું, જે લસિકા તંત્રમાં થતું કેન્સર છે. સદનસીબે યોગ્ય સમયે જ્યારે ત્યારે અભિનેત્રીએ આ રોગની સારવાર કરાવી અને તે સાજી થઈ ગઈ હતી. હોજકિન લિમ્ફોમામાંથી સાજા થયા પછી, અભિનેત્રી ૨૦૧૩ માં ફરીથી કેન્સરની પકડમાં આવી. આ દરમિયાન, અભિનેત્રી સ્તન કેન્સરનો શિકાર બની, જેની સારવાર તેણે ેંઝ્રન્છમાં કરાવી અને તેણે આ જંગ પણ જીતી લીધી હતી. જાણકારી અનુસાર હવે અભિનેત્રી ૨૦૧૪ થી લોસ એન્જલસમાં રહે છે. કેન્સર સામેની લડાઈ જીત્યા બાદ થોડા સમય માટે તો મમતાનું જીવન ખૂબ જ ખુશનુમા બની ગયું, જ્યારે તેણે ડિસેમ્બર ૨૦૧૧માં બહેરીન સ્થિત બિઝનેસમેન પ્રજિત પદ્મનાભન સાથે લગ્ન કર્યા, પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. ૨૦૧૩માં જ બંનેએ છૂટાછેડા લીધા હતા અને મમતાના જીવનમાં ફરી વાવાઝોડું આવ્યું હતું. ત્યાર બાદ સમાચારો આવ્યા હતા કે અભિનેત્રી હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેના કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે. અભિનેત્રીને ૨૦૦૬માં તેલુગુમાં શ્રેષ્ઠ મહિલા પ્લેબેક અને ૨૦૧૦માં મલયાલમમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. મમતા મોહનદાસને ૨૦૧૦ માં કેરળ તરફથી બીજી શ્રેષ્ઠ અભિનેત્રી માટે કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેણે ઇનસ્ટા પર એક પોસ્ટમાં જણાવ્યુ હતું કે તેણે એક ક્રોનિક ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે જેના કારણે તે ત્વચાનો રંગ ગુમાવે છે. વિટીલીગોને કોઢ સાથે પણ સરખાવી શકાય. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક કવિતા સાથે પોતાની એક તસવીર શેર કરી હતી. અભિનેત્રીએ હેશટેગ્સ સાથે બે ચિત્રો શેર કર્યા – ઓટો ઇમ્યુન ડિસીઝ, વિટીલિગો , પ્રવાસને સ્વીકારો અને પોતાને સાજા કરો, આવા હેશતેગ તેણીએ નાખ્યા હતા કારણ કે તેણીએ તેણીના સ્વાસ્થ્ય અપડેટને જાહેર કર્યું. મમતા મોહનદાસ પણ નિર્માતા છે અને તે પોતાના પ્રોડક્શન હેઠળ પોતાની ફિલ્મો બનાવે છે. અભિનેત્રી તેની આગામી મલયાલમ ફિલ્મો ઉમાઈ વિઝિગલ અને અનલોકની રિલીઝની રાહ જાેઈ રહી છે જે હાલમાં પોસ્ટ પ્રોડક્શનમાં છે. તાજેતરમાં અભિનેત્રીની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી જેમાં તે બોલિવૂડ સ્ટાર્સ સાથે જાેવા મળી હતી. આ તસવીરો એક એવોર્ડ નાઈટની છે, જ્યાં તે સલમાન ખાન, શાહિદ કપૂર અને શાહિદ કપૂરને મળી હતી.


