મુંબઈ
જેસલમેરની સૂર્યગઢ હોટલમાં લગ્નની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ૫ ફેબ્રુઆરીથી લગ્નના ફંકશન શરૂ થશે. મહેમાનોનું આગમન પણ શરૂ થઈ ગયું. જેસલમેર એરપોર્ટની બહાર કડક સુરક્ષા રાખવામાં આવી છે. હોટેલમાં એન્ટ્રી માટે ખાસ કાર્ડ અને ડ્રાઇવરોની બેન્ડ બનાવવામાં આવી છે.ફેન્સની આતુરતાનો અંત આવી ગયો છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આ વર્ષના બીજા સૌથી મોટા ભારતીય લગ્ન હશે. સિદ્ધાર્થ અને કિઆરા બંને ૬ ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લેશે. સિદ્ધાર્થ મલ્હોત્રાની દુલ્હન બનનારી કિઆરા જેસલમેર પહોંચી ગઈ છે. કિઆરા મુકેશ અંબાણીના ચાર્ટર્ડ પ્લેનમાં આવી હતી. કિઆરાની સાથે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા અને તેની ટીમ પણ છે. જેસલમેરમાં કિઆરાના લગ્નથી લઈને તેના અહીં આવવા સુધી બધુ જ સિક્રેટ રાખવામાં આવ્યું હતું. હવે કિઆરાના અહીં આવવાની સાથે જ આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે બંને અહીં જ લગ્ન કરશે. તો શક્યતા એવી પણ છે કે, સિદ્ધાર્થ પણ સાંજ સુધીમાં જેસલમેર પહોંચી શકે છે. કિઆરા જેસલમેર એરપોર્ટની બહાર વ્હાઇટ આઉટફિટમાં જાેવા મળી હતી. સિદ્ધાર્થ-કિઆરાના શાહી લગ્નના ફંક્શન્સ રવિવારથી શરૂ થશે. પરિવારના કેટલાક લોકો પણ બંને સાથે આવી રહ્યા છે. બાકીના મહેમાનો અને સંબંધીઓ રવિવારે આવશે.