Maharashtra

અદા શર્માનું અસલી નામ સાંભળીને આવી જશે ચક્કર

મુંબઈ
બોલિવૂડ એક્ટ્રેસ અદા શર્મા આજકાલ તેની ફિલ્મ કેરલા ફાઇલ્સ માટે ઘણી ચર્ચામાં છે. અદા શર્માએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં એક રસપ્રદ ખુલાસો કર્યો છે. જેમાં તેણે જણાવ્યું કે તેનું અસલી નામ અદા શર્મા નથી. ખરેખર તેનું નામ ચામંડેશ્વરી અય્યર છે. તેને હિન્દીમાં બોલવા માટે ઘણી મહેનત કરવી પડે છે. એટલા માટે અદાએ તેનું નામ બદલી નાખ્યું હતું. અદા શર્મા સ્ટારર ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ બોક્સ ઓફિસ પર છવાઇ ગઇ છે. ફિલ્મમાં અદા સહિત અન્ય એક્ટ્રેસીસની એક્ટિંગના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મે પહેલા જ અઠવાડિયામાં ૮૧ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને ટૂંક સમયમાં તે ૧૦૦ કરોડના ક્લબમાં સામેલ થવાની આશા છે. આવી સ્થિતિમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં લીડ રોલ કરી રહેલી એક્ટ્રેસ અદા શર્મા પણ ચર્ચામાં છે. અદા શર્મા પોતાની ફિલ્મના પ્રમોશનને કારણે સતત ઈન્ટરવ્યુ આપી રહી છે. હાલમાં જ અદા શર્માએ એક ઈન્ટરવ્યુમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ચામંડેશ્વરી અય્યર છે અદાનું સાચું નામઃ અદા શર્માએ જણાવ્યું કે તેનું અસલી નામ અદા નથી. તેણે માત્ર સ્ક્રીન માટે પોતાનું નામ અદા રાખ્યું છે. તાજેતરમાં, યુટ્યુબર પાવની મલ્હોત્રાને આપેલા એક ઇન્ટરવ્યુમાં, અદા શર્માએ કહ્યું હતું કે ‘તેનું સાચું નામ ‘ચામંડેશ્વરી અય્યર’ છે. તેણે કહ્યું કે, બોલચાલની ભાષામાં આ થોડું અઘરું નામ છે. એટલા માટે મેં મારું નામ બદલવાનો ર્નિણય કર્યો છે.અદા શર્મા એક દાયકા કરતાં વધુ સમયથી બોલિવૂડમાં કામ કરી રહી છે. અદા શર્માની તાજેતરની ફિલ્મ કેરલા સ્ટોરી ઘણી ચર્ચામાં છે. અત્યાર સુધીમાં ફિલ્મે કરી ૯૦ કરોડની કમાણીઃ ૩૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે હવે ૯૦ કરોડથી વધુની કમાણી કરી લીધી છે. ટૂંક સમયમાં આ ફિલ્મ ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ જશે. ફિલ્મમાં અદા શર્માની એક્ટિંગની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. અદા શર્માએ વર્ષ ૨૦૦૮માં ફિલ્મ ‘૧૯૨૦’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી અદાએ ‘હમ હૈ રાહી કાર કે’ ‘હાર્ટ એટેક’, ‘હસી તો ફસી’ ‘કમાન્ડો-૨’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અદા શર્મા બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ બની ગઈ છે. કેરલા ફાઇલ્સ હિટ થયા બાદ અદા શર્માના કરિયરને પણ ફાયદો થવાની આશા છે. અદા શર્મા ઘણી ટેલેન્ટેડ પણ છે. ખૂબસૂરતીની સાથે અદા શર્મા જુડો કરાટેમાં પણ એક્સપર્ટ છે. આટલું જ નહીં, અદા શર્મા ડાન્સ ક્વીન પણ છે અને કિલર ડાન્સ મૂવ્સથી પોતાના ફેન્સનું દિલ જીતતી રહે છે. અદા શર્માને ગાવાનો શોખ પણ છે અને ઘણીવાર ઇન્ટરવ્યુમાં ગીતો ગાઇને સંભળાવતી જાેવા મળે છે.

Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *