Maharashtra

અનુપમ ખેરે ફરી કાશ્મીરી પંડિતો અંગે પોતાનું દર્દ વ્યક્ત કર્યું, ‘૩૭૦ હટાવ્યા બાદ સુધારો થયો’

મુંબઈ
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર છેલ્લા કેટલાક સમયથી તેમની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને લઈને ચર્ચામાં છે. અનુપમ ખેર દિલ્હીમાં આયોજિત ‘ગ્લોબલ કાશ્મીરી પંડિત કોન્ક્‌લેવ’માં ભાગ લેવા આવ્યા હતા, જ્યાં તેમણે કાશ્મીરી પંડિતોની સ્થિતિ વિશે ઘણી વાતો કરી હતી. અનુપમ ખેરે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા અંગે પણ વાત કરી અને કહ્યું કે, જ્યારથી ખીણમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી છે ત્યારથી પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો છે. અનુપમ ખેરે કાશ્મીરીઓની મદદ માટે હાથ લંબાવ્યો છે. ‘ગ્લોબલ કાશ્મીરી પંડિત કોન્ક્‌લેવ’માં અનુપમ ખેરે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વિશે કહ્યું કે, અમે કાશ્મીરમાં રહેતા હિન્દુઓની સ્થિતિ દર્શાવી છે. અનુપન ખેરે કહ્યું, ‘કાશ્મીર ફાઈલ્સમાં કાશ્મીરી પંડિતોની સમસ્યાઓ બતાવવામાં આવી છે. અમે ઘણું કમાઈ લીધું છે. અમે વિદેશી સંસ્થાઓને દાન આપીએ છીએ જે પહેલાથી સમૃદ્ધ છે. હવે આપણા લોકોને દાન આપવું જરૂરી છે. હું ૫ લાખ રૂપિયા આપવાનું વચન આપું છું. તમને જણાવી દઈએ કે, આ દરમિયાન અનુપમ ખેરે ઘાટીમાંથી કલમ ૩૭૦ હટાવવાની વાત પણ કરી હતી. અનુપમ ખેરે કહ્યું કે, જ્યારથી કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવામાં આવી છે, ત્યારથી અહીંની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. આ ઉપરાંત તેમણે એ પણ કહ્યું કે, લોકોને ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ઘણી પસંદ આવી છે. જાેકે, અનુપમ ખેરની ફિલ્મ ‘કાર્તિકેય ૨’ પણ બોક્સ ઓફિસ પર આવી હતી અને તેણે સારું પ્રદર્શન કર્યું હતું. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ કાશ્મીરી પંડિતોના નરસંહારની વાર્તા દર્શાવે છે. કેટલાક લોકોએ આ ફિલ્મનો ખૂબ વિરોધ પણ કર્યો હતો.

Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *