Maharashtra

અમિતાભ-ધર્મેન્દ્રના બંગલાને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, એક્શનમાં પોલીસ

મુંબઈ
મંગળવારે એક અજાણ્યા શખ્સે નાગપુર પોલીસ કંટ્રોલ રુમને ફોન કર્યો અને બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સના ઘરમાં બોમ્બ રાખ્યો હોવાનો દાવો કર્યો હતો. ટાઈમ્સ ઓફ ઈંડિયાના રિસ્ટાર્સના ઘર બોમ્બ સ્કોવ્ડ ટીમે તપાસ શરુ કરી. પોલીસને જાણકારી મળ્યાના તુરંત બાદ બોમ્બ સ્કોવ્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યાં સર્ચ ઓપરેશન શરુ કરાવ્યું. તો વળી પોલીસ હાલમાં કોલરની તપાસ કરી રહી છે. હાલમાં કોલ કરનારા શખ્સ વિશે કોઈ જાણકારી મળી નથી. રિપોર્ટ અનુસાર, મુંબઈ પોલીસના એક અધિકારીએ કહ્યું કે, મંગળવારે નાગપુર પોલસ કંટ્રોલ રુમને ફોન આવ્યો હતો. જેમાં એક અજાણ્યા શખ્સે બોલિવૂડના ખ્યાતનામ એક્ટર અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના ઘરમાં બોમ્બ રાખ્યો હોવાનો દાવો કર્યો હતો. આ સમાચાર સાંભળતા જ અફરાતફરી મચી ગઈ હતી. નાગપુર પોલીસને જાણકારી મળ્યા બાદ મુંબઈ પોલીસ તુરંત એક્શનમાં આવી ગઈ અને તેમને સ્ટાર્સના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી હતી. સાથે જ તપાસ શરુ કરી દીધી છે. નાગપુર પોલીસને મંગળવારે ફોન કોલ આવ્યો હતો. આ કોલથી નાગપુર જ નહીં પણ મુંબઈ પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ. આ કોલ પર શખ્સે દાવો કર્યો હતો કે, તે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના બંગલાને બોમ્બથી ઉડાવી દેશે. એટલું જ નહીં શખ્સે એવો પણ દાવો કર્યો કે, આંતકી હુમલાને અંજામ આપવા માટે ૨૫ આતંકવાદી મુંબઈમાં પહોંચી ચુક્યા છે. આ ધમકી આપીને શખ્સે ફોન કાપી નાખ્યો હતો. ત્યાર બાદ નાગપુર પોલીસે મુંબઈ પોલીસને જાણકારી આપી અને તુરંત કાર્યવાહી કરવાનું શરુ કરી દીધું.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *