Maharashtra

અરમાન મલિકની પત્નીએ માતા બનવા પર કહી આ વાત..

મુંબઈ
ભારતીય યુટ્યુબર અરમાન મલિક ખૂબ જ પોપ્યુલર છે અને તેનું કારણ તેની પર્સનલ લાઈફ છે. અરમાન મલિકને બે પત્ની છે. પાયલ મલિક અને કૃતિકા મલિક. અરમાન મલિક ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેની બંને પત્ની લગભગ એક જ સમયે પ્રેગ્નેન્ટ થઈ હતી. આજે કૃતિકા અને પાયલ બંનેની ડિલીવરી થઈ ચુકી છએ અને યુટ્યુબરની બીજી પત્ની બીજી વાર માતા બનવા માંગે છે. અરમાન મલિકે નવા વ્લોગમાં કૃતિકા મલિકે કહ્યિ કે તેણી ફરીથી મા બનવા ઈચ્છે છે. ડિલીવરીના એક મહિના બાદ તેને ફરી પ્રેગ્નેન્સીનો ખ્યાલ આવ્યો છે. જેમકે, અમે તમને જણાવ્યુ કે, પોતાના નવા વ્લોગમાં પાયલ મલિક અને કૃતિકા મલિક બેસીને વાત કરી રહ્યા છે. જ્યાં પાયલ કહે છે કે તેને સમજ નથી આવી રહી કે, તેની માતાએ કેવી રીતે છ બાળકોનું પાલન-પોષણ કર્યુ હતું. તેના અને કૃતિકાને મળાવીને ફક્ત ચાર જ બાળક છે અને તેમાં પણ પરેશાન થઈ જાય છે. તેના પર કૃતિકા આઈડિયા આપે છે કે, તે હજું એક-એક બાળક કરી લે. વીડિયોમાં પાયલ મલિક કૃતિકાને કહે છે કે, તેણી બે બાળક એકલી જ પેદા કરી લે. કારણકે, પાયલને ટિ્‌વન્સ થઈ ચુક્યા છે. પાયલ અને કૃતિકાને આઈવીએફનો પણ આઈડિયા આપે છે અને કહે છે કે કૃતિકાને એક બાળકની ડિલીવરી બાદ બે બાળકો બીજા કરી લેવા જાેઈએ. કૃતિકા આ વાત પર હસવા લાગે છે અને કહે છે કે, બીજાના શોખ માટે તેણી બે બાળક તો નહીં કરે! અરમાન મલિકનું કહેવું છે કે, આગલા પાંચ વર્ષ સુધી તો કોઈ બીજા બાળક વિશે નથી વિચારવાનું.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *