Maharashtra

અસલી તારા સિંહને જાેઇને ચકરાવે ચડ્યો ખેડૂત, કહ્યું કે ‘તમે તો સની દેઓલ જેવા લાગો છો’

મુંબઈ
સની દેઓલ તેની અપકમિંગ ફિલ્મ ‘ગદર ૨’ના શૂટિંગ દરમિયાન મહારાષ્ટ્રના અહમદનગરમાં એક ગામડાના રસ્તા પર વહેલી સવારે ફરી રહ્યો હતો, ત્યારે તેની મુલાકાત બળદગાડામાં ચારો લઈ જઇ રહેલા એક વ્યક્તિ સાથે થઇ. ગામડાના એ વ્યક્તિએ કલ્પના પણ નહીં કરી હોય કે કોઈ દિવસ તેની અચાનક બોલિવૂડ એક્ટર સાથે મુલાકાત થઇ જશે. તેથી જ જ્યારે તેણે સની દેઓલને જાેયો ત્યારે તેણે કહ્યું કે તમારો ચહેરો બોલીવુડ એક્ટર સની દેઓલ જેવો છે. વીડિયોની શરૂઆતમાં એક બળદ ગાડું જાેવા મળે છે, જેના પર સવાર વ્યક્તિને કોઈ પૂછે છે કે તે ગાડી પર શું લઈ જઈ રહ્યો છે. તેઓ કહે છે કે જુવારનું ભૂસું પ્રાણીઓ માટે લઈ જઇ રહ્યો છે. આ પછી સની દેઓલ તે વ્યક્તિ સાથે હાથ મિલાવતા જાેવા મળે છે અને પૂછે છે કે તે ક્યાં જઈ રહ્યો છે? તે વ્યક્તિ એક નજર નાખે છે અને કહે છે કે તમે સની દેઓલ જેવા દેખાઓ છો. સની દેઓલ કહે છે, ‘હા, હું એ જ છું.’ આ સાંભળીને વ્યક્તિ દંગ રહી ગયો અને તે એક્ટર સાથે ફરીથી હાથ મિલાવે છે. તે વ્યક્તિ આગળ કહે છે, ‘અમે તમારા વીડિયો જાેઈએ છીએ. તમારા પિતાના વીડિયો પણ જાેઈએ છીએ.’ એક્ટરે ??રવિવારે સવારે વીડિયો શેર કર્યો હતો, જેના પર લગભગ દોઢ લાખ લાઈક્સ આવ્યા છે. નેટીઝન્સ તેના વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરીને તેઓ એક્ટર અને તેની ફિલ્મ ‘ગદર ૨’ માટે અનહદ પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. ૬૫ વર્ષીય સની દેઓલના એક ફેને લખ્યું, ‘સની પાજીની ફિલ્મ માટે બને તેટલી વધુ સ્ક્રીન બુક કરો. તમારી પ્રશંસક એવી અગણિત ભારતની જનતા છે, ગદર મચાવવાની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. લવ યુ પાજી.’ અન્ય એક ફેન લખે છે, ‘રેકોર્ડ તોડ મૂવી બનાવી દઇશું.’ ત્રીજા યૂઝરે લખ્યું, ‘ખેડૂતો સાથે વાત કરતી વખતે પહેલીવાર એક મોટા એક્ટરને જાેયો. ગમ્યું.’ ચોથો યુઝર લખે છે, ‘તે રિયલ લાઇફમાં ખૂબ જ વિનમ્ર છે અને રીલ લાઈફમાં ખૂબ જ ઉગ્ર છે.’ પાંચમો યુઝર લખે છે, ‘સર, જ્યારે તમે ખેડૂતો અને મજૂરોને મળો છો ત્યારે ખૂબ જ સારું લાગે છે. જાણે તમે અમને મળ્યા હોય એવું લાગે છે. આભાર સર હું તમારો બહુ મોટો ફેન છું.’ છઠ્ઠા યુઝરે લખ્યું, ‘દિલ બડા હૈ ભૈયા કા.’ ‘ગદર ૨’માં દર્શકો ફરી એકવાર સની દેઓલને તારા સિંહના પાત્રમાં જાેશે, જે ૧૧ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ રિલીઝ થશે. સિક્વલમાં પણ સની દેઓલ અને અમીષા પટેલ લીડ રોલમાં છે. ‘ગદર’માં તારા સિંહના પુત્રની ભૂમિકા ભજવનાર ઉત્કર્ષ શર્મા પણ ‘ગદર ૨’માં તેના પુત્રની ભૂમિકામાં છે, જાેકે ૨૨ વર્ષ બાદ તેનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. ત્યારે તે બાળક હતો, હવે યંગ છે.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *