Maharashtra

આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેના રોમાન્સ પર રણબીર કપૂરનું રીએક્શન

મુંબઈ
રણબીર કપૂરની છેલ્લી ફિલ્મ તુ જૂઠી મૈં મક્કારને બોક્સઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્યો હતો. રણબીર અને શ્રદ્ધાની જાેડીને ઓડિયન્સે પસંદ કરી હતી. રણબીરની આગામી ફિલ્મ એનિમલ પણ રિલીઝ માટે તૈયાર છે. રશ્મિકા મંદાના સાથેની આ ફિલ્મનું પ્રમોશન પણ શરૂ થઈ ગયું છે. રણબીરે પોતાના અપકમિંગ પ્રોજેક્ટ્‌સની સાથે સાથી કલાકારો વિષે પણ ચર્ચા કરી હતી. જેમાં તેમણે આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેના રિલેશન્સ અંગે ખુલાસો કર્યો છે. રણબીર કપૂરે તાજેતરમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. આ દરમિયાન તેમણે આદિત્ય અને અનન્યાના સંબંધો અંગે ચૂપકિદી તોડી હતી. વાતચીત દરમિયાન સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઐશ્વર્યા મહાજને જણાવ્યું હતું કે, તેમને આદિત્ય રોય કપૂર ખૂબ ગમે છે અને તેમની સાથે લગ્ન કરવા છે. જવાબમાં રણબીરે સીધો આદિત્યને ફોન લગાવ્યો હતો અને ઐશ્વર્યા સાથે વાત કરાવી હતી. બાદમાં રણબીરે કહ્યું હતું કે, આદિત્યને એ અક્ષરથી નામ શરૂ થતું હોય તેવી છોકરીઓ વધારે પસંદ છે. રણબીરે આડકતરી રીતે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે, આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે ડેટિંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે કરણ જાેહરની પાર્ટીમાં સાથે જાેવા મળ્યા હતા. બંનેએ બ્લેક ડ્રેસનું મેચિંગ કર્યું હતું. ત્યારબાદ અનેક વખત જાહેરમાં સ્પોટ થયા છે, જેના પગલે રણબીર-આલિયા અને વિકી-કેટરિનાની જેમ આદિત્ય-અનન્યા પણ ટૂંક સમયમાં લગ્ન કરશે તેવી અટકળો વહેતી થઈ હતી.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *