Maharashtra

આદિલ ખાનએ રાખીના આરોપ પર તોડ્યુ મૌન, કહ્યુ ‘તે કંઈ પણ કરી શકે, પાવરફુલ છે ને…’

મુંબઈ
એક્ટ્રેસ રાખી સાવંતના આરોપો પર હવે રાખીના પતિ આદિલ ખાન દુર્રાનીએ પોતાનું મૌન તોડ્યું છે. રાખી સાવંતે આદિલ પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો હતો. જેના જવાબમાં આદિલે કહ્યું કે હું ક્યાં ગયો? હું અહીં જ છું. ત્યારે હવે, આદિલે રાખીના રાખીના આરોપ પર પોતાની વાત મુકી છે. આદિલ ખાન દુર્રાનીને પૈપરાઝી દ્વારા જાેવામાં આવ્યો હતો. જ્યાં રાખી સાવંતના આરોપ પર સવાલ પુછવા પર આદિલે જવાબ આપ્યો. આદિલે કહ્યુ, ‘શાહરુખ ભાઈ પણ આવ્યા તો કંઈ લઈને નહતા આવ્યા, હું પણ કંઈ લઈને નથી આવ્યો. હું કોણ છુ? જે રાખી કહે તે સાચુ છે. બધું સાચું છે.’ રાખીએ આરોપ લગાવ્યો હતો કે જાે આદિલે કંઈ ખોટું નથી કર્યું તો તે મીડિયાનો સામનો કેમ નથી કરી રહ્યો. આના જવાબમાં આદિલે કહ્યું, ‘મીડિયા સામે આવીને હું શું કરુ? શું હું રાખીને ખોટું કહું કે હું પોતાને ખોટો સાબિત કરુ? મારે આ બધું કરવું જ નથી.’ જ્યારે આદિલને પૂછવામાં આવ્યું કે જાે કોઈ ગર્લફ્રેન્ડની સમસ્યા હોય તો તમે તેને ઉકેલી શકો છો. આના પર આદિલે કહ્યું, ‘એ બધી ઘટના ખબર નથીને. શું બોલી શકું? રાખી કંઈપણ કરી શકે છે. પાવરફુલ છે ને? અબલા નારી પાવરફુલ છે.’ રાખી સાવંતે આદિલ ખાન દુર્રાની પર અન્ય મહિલા સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. રાખીએ કહ્યુ હતું કે, ‘કહે છે ને મીડિયા સામે કેમ આવે છે? વાત ઘરે જ રાખ્યા કર, ઘરે રહીને મારે ફ્રિજમાં નથી જવું.’ જેનો આદિલે જવાબ આપ્યો હતો કે, ‘જે પ્રકારે તેણી કહે છે કે હું ફ્રિજમાં નહીં રહું, હું પણ કહી શકું છે કે, હું સુશાંત સિંહ રાજપૂત બનવા નથી ઈચ્છતો.. મારા જેવો સમજદાર છોકરો તેની માટે ઉભો હતો, જે તેને એક લાઇફસ્ટાઈલ આપી રહ્યો હતો, અને જે કંઈપણ કહેવું સરળ છે, તેણે નથી કર્યુ. હું એક રુપિયો લઈને મુંબઈ આવ્યો હતો. હેટ્‌સ ઑફ…જવાનો પ્લાન સારો છે, પણ સ્માર્ટ નથી, હવે બસ.’ જણાવી દઈએ કે, રાખી સાવંત અને આદિલ ખાન દુર્રાનીએ જુલાઈ ૨૦૨૨માં લગ્ન કર્યા હતાં. કપલે જાન્યુઆરી ૨૦૨૩માં તેની જાહેરાત કરી

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *