Maharashtra

આર. માધવનનાં દીકરા વેદાંત માધવને મલેશિયા ચેમ્પિનશિપમાં જીત્યા ૫ ગોલ્ડ

મુંબઈ
એક્ટર આર માધવન ફિલ્મ ઈન્ડસિટ્રીનું જાણીતું નામ છે. તે સાઉથથી લઈને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગના કારણે લોકોના દિલોમાં જગ્યા બનાવી છે. જાેકે, તેના દીકરા વેદાંત માધવન પણ હંમેશા ચર્ચામાં રહે છે. તેણે હંમેશા મેડલ જીતીને પોતાના પિતા જ નહીં પરંતુ, ભારત દેશનું પણ માન વધાર્યુ છે. એકવાર ફરી ડેડી અને માધવને ફોટો શેર કર્યા છે, જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આર માધવને હાલમાં જ એક ટિ્‌વટ કરી પોતાના દીકરાના વખાણ કર્યા છે. એક્ટરે જણાવ્યું કે, પોતાના દીકરાએ એકવાર ફરી દેશનું નામ રોશન કર્યુ છે અને મલેશિયાઈ ચેમ્પિયનશિપમાં સ્વિમિંગ સ્પર્ધામાં ભારત માટે ૫ ગોલ્ડ મેડલ જીત્યાં છે. પોતાની ખુશીને શેર કરતાં એક્ટરે ઈન્સ્ટાગ્રામ પર પોતાના દીકરાની તસવીર પોસ્ટ કરી અને લખ્યું, ‘ભગવાનની કૃપા અને તમારા સૌની શુભકામનાઓની સાથે, વેદાંતને ભારત માટે ૫ ગોલ્ડ (૫૦ મીટર, ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર, અને ૧૫૦૦ મીટર) ૨ પીબીની સાથે મળ્યાં. કુઆલાલંપુરમાં આ અઠવાડિયાના અંતમાં આયોજીત મલેશિયાઈ ૈહદૃૈંટ્ઠંર્ૈહટ્ઠઙ્મ ટ્ઠખ્તી ખ્તિર્ેॅ ચેમ્પિયનશીપમાં આ મેડલ જીત્યાં. હું ઉત્સાહિત અને ખૂબ જ આભારી છું.’ આ પણ વાંચોઃ અલી ગોની અને જેસ્મીનને એક વિફરેલા ફેને આપ્યો એવો શાપ, ધ્રુસ્કે-ધ્રુસ્કે રડવા લાગી એક્ટ્રેસ આર. માધવનનાં દીકરે વેદાંત રાષ્ટ્રીય સ્તરના સ્વિમર છે. તે પહેલાં પણ ઘણીવાર ભારત દેશનું નામ રોશન કરી ચુક્યાં છે. આ વર્ષે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ ૨૦૨૩માં સિલ્વર મેડલ જીત્યું હતું. આ સિવાય પણ તે ઘણીવાર મેડલ જીતી ચુક્યો છે. માધવન પોતાના દીકરા વેદાંતના સૌથી મોટા ચીયરલીડર રહ્યા છે. એક્ટર પણ પ્રાઉડ ડેડી ફીલ કરે છે અને હંમેશા ફેન્સ સાથે ગુડ ન્યૂઝ શેર કરતા રહે છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *