Maharashtra

ઈદ પર નહિ આ દિવસે રિલીઝ થશે ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’

મુંબઈ
બોલિવૂડના ફેમસ સ્ટાર સલમાન ખાન આજકાલ તેની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન માટે ચર્ચામાં છે. સલમાન ખાનની આ ફિલ્મને લઈને અત્યાર સુધીમાં ઘણા અપડેટ્‌સ સામે આવ્યા છે. તાજેતરમાં જ સલમાન ખાનની આ ફિલ્મનું એક સોન્ગ પણ રિલીઝ થયું હતું. આ સોન્ગ રિલીઝ થયા બાદ શહેનાઝ ગિલ ખૂબ જ પોપ્યુલર થઈ ગઈ હતી. આ દરમિયાન શહનાઝ ગિલે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં એક્ટ્રેસે ફિલ્મની નવી રિલીઝ ડેટનો ઉલ્લેખ કર્યો છે. બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને શહેનાઝ ગિલની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફરી એકવાર ચર્ચામાં આવી છે. સલમાન ખાનની આ ફિલ્મની નવી રિલીઝ ડેટ સામે આવી છે. ૨૫ માર્ચે શહેનાઝ ગિલે એક વીડિયો શેર કર્યો હતો. આ વિડિયો કરતાં વધુ કેપ્શને ફેન્સનું ધ્યાન ખેંચ્યું. શહેનાઝ ગિલે કેપ્શનમાં લખ્યું છે કે ‘ ૩૦ ડેઝ ટુ કિસી કા ભાઈ કિસી કી જાન’. જાે તે મુજબ જાેવામાં આવે તો ફિલ્મની રિલીઝ ડેટ ૨૪મી એપ્રિલ થવા જઈ રહી છે. આ વીડિયોમાં એક્ટ્રેસ ‘જી રહે થે હમ’ સોન્ગ પર મસ્તી કરતી જાેવા મળી હતી. સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનની પહેલા રિલીઝ ડેટ ૨૧ એપ્રિલ એટલે કે ઈદના દિવસે જણાવવામાં આવી રહી હતી. પરંતુ શહેનાઝ ગીલની આ પોસ્ટ સામે આવ્યા બાદ હવે ફિલ્મની રિલીઝ ડેટ અલગ જાણવા મળી રહી છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે શહેનાઝ ગિલ સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં અબ્દુ રોજિક પણ જાેવા મળશે.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *