Maharashtra

એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.380નો ઘટાડોઃ મેન્થા તેલમાં સુધારાનો સંચાર

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સીમિત રેન્જમાં જોવાયેલી વધઘટઃ પ્રથમ સત્ર
સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,741 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.20639.46 કરોડનું

ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.28 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,78,287 સોદાઓમાં કુલ રૂ.28,407.98 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,740.95 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો
રૂ.20639.46 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 62,762 સોદાઓમાં રૂ.4,201.19 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,910ના
ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,138 અને નીચામાં રૂ.60,820ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં
રૂ.17 વધી રૂ.60,904ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.65 વધી રૂ.48,891
અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 વધી રૂ.6,117ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10
ગ્રામદીઠ રૂ.45 વધી રૂ.60,888ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.73,188ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.73,650 અને નીચામાં રૂ.72,880ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3 વધી
રૂ.73,057ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.20 ઘટી રૂ.73,057 અને ચાંદી-માઈક્રો જૂન
કોન્ટ્રેક્ટ રૂ.35 ઘટી રૂ.73,038 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 10,581 સોદાઓમાં રૂ.1,257.55 કરોડના વેપાર થયા હતા.
તાંબુ મે વાયદો રૂ.726.65ના ભાવે ખૂલી, રૂ.0.30 વધી રૂ.729.30 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.1.15 વધી
રૂ.207.50 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.55 વધી રૂ.185ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી
રૂ.230ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.1.15 વધી રૂ.207.70
સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.184.55 જસત-મિની મે વાયદો રૂ.0.35 વધી રૂ.230.30 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 58,284 સોદાઓમાં રૂ.2,272.25 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,736ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,806 અને
નીચામાં રૂ.5,714ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.25 વધી રૂ.5,798 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની
મે વાયદો રૂ.26 વધી રૂ.5,803 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.188ના ભાવે
ખૂલી, રૂ..50 વધી રૂ.189.80 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 0.7 વધી 189.9 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.9.96 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો
સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,600 અને નીચામાં
રૂ.61,200ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.380 ઘટી રૂ.61,300ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.60 વધી રૂ.955.30 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,067.06 કરોડનાં
3,385.672 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,134.13 કરોડનાં 290.878 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.1,159.07 કરોડનાં 20,09,110 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,113.18 કરોડનાં 5,81,56,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.152.77 કરોડનાં 7,384 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.20.54 કરોડનાં 1,114 ટન તાંબાના વાયદાઓમાં રૂ.754.96 કરોડનાં 10,353 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.329.28 કરોડનાં 14,308 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.7.06 કરોડનાં 1,152 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.2.90 કરોડનાં 30.24
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 21,779.500 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 736.336 ટન, તાંબાના વાયદાઓમાં 18,235 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 23,743 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,973 ટન તથા જસત અને જસત-મિનીમાં
29,890 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 19,90,340 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 5,13,39,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
16,416 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 284.4 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.27.57 કરોડનાં 335 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 690 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 16,426 પોઈન્ટ
ખૂલી, ઉપરમાં 16,485 અને નીચામાં 16,410 બોલાઈ, 75 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 8 પોઈન્ટ વધી 16,422
પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.20639.46 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1654.31 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.306.91 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.16568.2 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2108.91 કરોડનાં
કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.280.38 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ મે રૂ.5,800 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.82ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.100 અને નીચામાં રૂ.63ના મથાળે
અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.0.80 ઘટી રૂ.95.50 થયો હતો, જ્યારે નેચરલ ગેસ મે રૂ.190 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.80 ખૂલી, ઉપરમાં રૂ.8.85 અને નીચામાં રૂ.6.30 રહી, અંતે
રૂ.0.25 વધી રૂ.7.90 થયો હતો.
સોનું મે રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.395ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.500 અને નીચામાં રૂ.360.50ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.23 વધી રૂ.416.50 થયો હતો,
જ્યારે સોનું-મિની મે રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.311 ખૂલી, ઊપરમાં
રૂ.497 અને નીચામાં રૂ.311 રહી, અંતે રૂ.34.50 વધી રૂ.419 થયો હતો.
ચાંદી જૂન રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,386ના ભાવે ખૂલી, રૂ.37.50 વધી
રૂ.1,464 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.2,146.50ના
ભાવે ખૂલી, રૂ.26 વધી રૂ.2,201.50 થયો હતો. તાંબુ મે રૂ.760 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
કિલોદીઠ રૂ.4.05 વધી રૂ.5.85 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ મે રૂ.5,700 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.75ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.94.20 અને નીચામાં રૂ.53.20ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.12.40 ઘટી રૂ.57.50 થયો હતો, જ્યારે નેચરલ ગેસ મે રૂ.190 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.05 ખૂલી, ઉપરમાં રૂ.8.90 અને નીચામાં રૂ.6.85 રહી, અંતે રૂ.0.35
ઘટી રૂ.8.05 થયો હતો.
સોનું મે રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.140ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.168 અને નીચામાં રૂ.113.50ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.9 વધી રૂ.157 થયો હતો, જ્યારે
સોનું-મિની મે રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.171 ખૂલી, ઊપરમાં રૂ.180 અને
નીચામાં રૂ.129 રહી, અંતે રૂ.8.50 વધી રૂ.171 થયો હતો.
ચાંદી જૂન રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.885ના ભાવે ખૂલી, રૂ.24 વધી
રૂ.928 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,949.50ના
ભાવે ખૂલી, રૂ.69.50 વધી રૂ.2,121.50 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *