Maharashtra

એમસીએક્સ પર ચાંદીના વાયદાના ભાવમાં રૂ.512નો ઉછાળોઃ સોનામાં મિશ્ર વલણ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.6,745 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 22462.37 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.11 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 3,56,077 સોદાઓમાં કુલ રૂ.29,218.19 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,744.74 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 22462.37
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 61,468 સોદાઓમાં રૂ.4,002.19 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,528ના
ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,580 અને નીચામાં રૂ.59,425 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર
સુધીમાં રૂ.14 ઘટી રૂ.59,489ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.27 વધી
રૂ.48,019 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.5,959ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ
વાયદો 10 ગ્રામદીઠ રૂ.41 ઘટી રૂ.59,470ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,798ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.72,390 અને નીચામાં રૂ.71,790 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.512 વધી
રૂ.72,237 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.458 વધી રૂ.72,272 અને ચાંદી-માઈક્રો જૂન
કોન્ટ્રેક્ટ રૂ.468 વધી રૂ.72,269 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 10,264 સોદાઓમાં રૂ.1,131.23 કરોડના વેપાર થયા હતા.
તાંબુ જૂન વાયદો રૂ.720.00ના ભાવે ખૂલી, રૂ.1.05 ઘટી રૂ.720.00 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.60
વધી રૂ.204.75 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.70 ઘટી રૂ.182ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.70 ઘટી
રૂ.214ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.0.35 વધી
રૂ.204.85 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.75 ઘટી રૂ.182.30 જસત-મિની જૂન વાયદો રૂ.0.70 ઘટી રૂ.213.70
બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 44,848 સોદાઓમાં રૂ.1,598.76 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,986ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,053 અને
નીચામાં રૂ.5,958 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.31 વધી રૂ.6,035 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-
મિની જૂન વાયદો રૂ.32 વધી રૂ.6,035 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ
રૂ.192ના ભાવે ખૂલી, રૂ.1.20 વધી રૂ.193.00 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 1.2 વધી 193.1 બોલાઈ રહ્યો
હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.12.56 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો
સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.59,280ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,460 અને નીચામાં

રૂ.59,120 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.220 ઘટી રૂ.59,260ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.20 વધી રૂ.913.20 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,615.60 કરોડનાં
2,714.300 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,386.59 કરોડનાં 330.165 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.896.62 કરોડનાં 14,91,540 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.702.14 કરોડનાં 3,62,93,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.136.36 કરોડનાં 6,660 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.46.46 કરોડનાં 2,546 ટન તાંબાના વાયદાઓમાં રૂ.615.88 કરોડનાં 8,538 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.332.53 કરોડનાં 15,522 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.3.71 કરોડનાં 624 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.8.85 કરોડનાં 96.84
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,945.773 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 729.732 ટન, તાંબાના વાયદાઓમાં 18,170.000 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 22,377 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,172 ટન તથા જસત અને જસત-મિનીમાં
25,551 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 12,85,840 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 5,96,82,750 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
24,144 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 290.52 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.11.08 કરોડનાં 138 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 718 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 16,048
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,085 અને નીચામાં 16,037 બોલાઈ, 48 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 15 પોઈન્ટ વધી
16,061 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 22462.37 કરોડનું
નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 591.2 કરોડ, ચાંદી તથા
ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 804.92 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 19959.58 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.
1103.41 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 366.89 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.6,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.101.00ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.145.00 અને નીચામાં રૂ.94.60
ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.10.50 વધી રૂ.135.20 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.190.00
સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.30 ખૂલી, ઉપરમાં રૂ.12.30 અને નીચામાં
રૂ.10.65 રહી, અંતે રૂ.0.80 વધી રૂ.11.85 થયો હતો.
સોનું જુલાઈ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.623.00ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.680.00 અને નીચામાં રૂ.623.00 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.0.50 ઘટી
રૂ.669.00 થયો હતો, જ્યારે સોનું-મિની જૂન રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ
રૂ.395.00 ખૂલી, ઊપરમાં રૂ.405.00 અને નીચામાં રૂ.353.00 રહી, અંતે રૂ.1.00 વધી રૂ.393.00 થયો હતો.
ચાંદી જૂન રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,215.00ના ભાવે ખૂલી, રૂ.225.50
વધી રૂ.1,405.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ

રૂ.1,169.00ના ભાવે ખૂલી, રૂ.210.50 વધી રૂ.1,317.00 થયો હતો. તાંબુ જૂન રૂ.730.00 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.75 ઘટી રૂ.5.22 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.6,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.102.00ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.139.00 અને નીચામાં રૂ.94.70 ના મથાળે
અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.21.60 ઘટી રૂ.100.00 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.190.00 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.10 ખૂલી, ઉપરમાં રૂ.9.70 અને નીચામાં રૂ.8.45 રહી,
અંતે રૂ.0.35 ઘટી રૂ.8.80 થયો હતો.
સોનું જુલાઈ રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.301.00ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.318.00 અને નીચામાં રૂ.276.50 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2.00 વધી
રૂ.303.00 થયો હતો, જ્યારે સોનું-મિની જૂન રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ
રૂ.300.00 ખૂલી, ઊપરમાં રૂ.354.00 અને નીચામાં રૂ.285.00 રહી, અંતે રૂ.0.50 ઘટી રૂ.325.50 થયો હતો.
ચાંદી જૂન રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,426.00ના ભાવે ખૂલી, રૂ.226.50
ઘટી રૂ.1,202.00 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,215.00ના ભાવે ખૂલી, રૂ.228.00 ઘટી રૂ.1,034.50 થયો હતો. તાંબુ જૂન રૂ.715.00 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલો દીઠ રૂ.0.21 ઘટી રૂ.6.25 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *