ક્રૂડ તેલ, કોટન-ખાંડીમાં નરમાઈઃ નેચરલ ગેસમાં સુધારાનો સંચારઃ મેન્થા તેલ
ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,531 કરોડ અને ઓપ્શન્સમાં
રૂ.15,781 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.15 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,03,854 સોદાઓમાં કુલ રૂ.23,326.98 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,530.54 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો
રૂ.15,781.04 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 70,043 સોદાઓમાં રૂ.4,740.8 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,351ના
ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,625 અને નીચામાં રૂ.60,338ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં
રૂ.164 વધી રૂ.60,493ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.116 વધી
રૂ.48,146 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.25 વધી રૂ.6,025ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે
વાયદો 10 ગ્રામદીઠ રૂ.152 વધી રૂ.60,297ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.75,506ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.76,300 અને નીચામાં રૂ.75,472ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.172 વધી રૂ.75,849ના
સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.163 વધી રૂ.75,708 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ
રૂ.150 વધી રૂ.75,695 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 10,516 સોદાઓમાં રૂ.1,358.94 કરોડના વેપાર થયા હતા.
તાંબુ એપ્રિલ વાયદો રૂ.797.50ના ભાવે ખૂલી, રૂ.5.65 ઘટી રૂ.783.65 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ
રૂ.1.20 ઘટી રૂ.208.50 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.90 ઘટી રૂ.182ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ
રૂ.0.75 ઘટી રૂ.251ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.1.05
ઘટી રૂ.208.75 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.70 ઘટી રૂ.182.25 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.0.85 ઘટી
રૂ.251.30 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 41,426 સોદાઓમાં રૂ.1,410.01 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,760ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,770
અને નીચામાં રૂ.6,708ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.31 ઘટી રૂ.6,736 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-
મિની એપ્રિલ વાયદો રૂ.28 ઘટી રૂ.6,736 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ
રૂ.179ના ભાવે ખૂલી, રૂ.5.90 વધી રૂ.178.80 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 6.1 વધી 179 બોલાઈ રહ્યો
હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.20.79 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો
20 કિલો દીઠ રૂ.1,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1,600 અને નીચામાં રૂ.1,600ના મથાળે
અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.35 વધી રૂ.1,600 થયો હતો. કોટન ખાંડી એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1
ખાંડીદીઠ રૂ.63,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,380 અને નીચામાં રૂ.62,860ના મથાળે
અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.220 ઘટી રૂ.63,000ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ
રૂ.5.70 ઘટી રૂ.991.40 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,048.55 કરોડનાં
3,385.100 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,692.25 કરોડનાં 353.529 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.537.51 કરોડનાં 7,96,530 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.872.50 કરોડનાં 4,84,43,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.187.84 કરોડનાં 8,979 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.94.24 કરોડનાં 5,152 ટન તાંબાના વાયદાઓમાં રૂ.835.46 કરોડનાં 10,618 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.241.40 કરોડનાં 9,549 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં
કોટન ખાંડી વાયદામાં રૂ.16.71 કરોડનાં 2,640 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.4.05 કરોડનાં 40.68 ટનનાં
કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 21,277.369 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 958.159 ટન, તાંબાના વાયદાઓમાં 11,045 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 18,306 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,129 ટન તથા જસત અને જસત-મિનીમાં 20,188
ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 8,71,490 બેરલ તથા નેચરલ ગેસ અને
નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 5,77,80,000 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
16,800 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 299.88 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.15.40 કરોડનાં 186 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 551 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ એપ્રિલ વાયદો 16,520
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,595 અને નીચામાં 16,512 બોલાઈ, 83 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 66 પોઈન્ટ વધી
16,559 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.15781.04 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.753.79 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.860.45 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.12409.87 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1756.54
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.152.14 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6,800 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.34ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.34 અને નીચામાં રૂ.8.20ના
મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.22.90 ઘટી રૂ.14.50 થયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.180 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.4.75 ખૂલી, ઉપરમાં રૂ.6.30 અને નીચામાં રૂ.4.75
રહી, અંતે રૂ.1.75 વધી રૂ.6 થયો હતો.
સોનું મે રૂ.63,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.215.50ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.268 અને નીચામાં રૂ.209ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.41.50 વધી રૂ.257
થયો હતો, જ્યારે સોનું-મિની એપ્રિલ રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.225
ખૂલી, ઊપરમાં રૂ.285 અને નીચામાં રૂ.225 રહી, અંતે રૂ.35.50 વધી રૂ.261.50 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.76,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.935ના ભાવે ખૂલી, રૂ.103.50
વધી રૂ.1,069 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.76,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.550ના ભાવે ખૂલી, રૂ.15 ઘટી રૂ.564 થયો હતો. તાંબુ એપ્રિલ રૂ.780 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
1 કિલોદીઠ રૂ.1.68 ઘટી રૂ.9 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6,700 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.20ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.32.60 અને નીચામાં રૂ.11.10ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.8.90 ઘટી રૂ.20.70 થયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.180 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.20 ખૂલી, ઉપરમાં રૂ.8.50 અને નીચામાં રૂ.6.50 રહી, અંતે રૂ.4 ઘટી
રૂ.7.15 થયો હતો.
સોનું મે રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.690ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.700 અને નીચામાં રૂ.595ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.38.50 ઘટી રૂ.662 થયો હતો,
જ્યારે સોનું-મિની એપ્રિલ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.450 ખૂલી, ઊપરમાં
રૂ.450 અને નીચામાં રૂ.287.50 રહી, અંતે રૂ.45 ઘટી રૂ.361 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.810ના ભાવે ખૂલી, રૂ.58.50 ઘટી
રૂ.771 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.525ના ભાવે
ખૂલી, રૂ.143.50 ઘટી રૂ.397 થયો હતો.
