Maharashtra

ઐશ્વર્યા રાયને મળી રેવેન્યૂ વિભાગની નોટિસ, ૧ વર્ષથી નથી ભર્યો ટેક્સ?!.

મુંબઈ
ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડની સૌથી પોપ્યુલર એક્ટ્રેસ છે. તેને ફક્ત બોલિવૂડ જ નહીં, ટોલીવૂડ અને આખી દુનિયાની ઈંડસ્ટ્રી ખૂબ પસંદ કરે છે. બચ્ચન પરિવારની વહુ હોવાના નાતે તેની પ્રસિદ્ધિ હંમેશા વધતી જાય છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને અપકમિંગ ફિલ્મ પીએસ-૨ના પ્રમોશાનમાં લાગેલી છે. ગત વર્ષ પીએસ-૧ના ઓડિયંસને ભરપૂર પ્રેમ મળ્યો હતો. બીજાે ભાગ એપ્રિલમાં રિલીઝ થશે. આ તમામની વચ્ચે ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ ટેક્સ ન ભરવા મામલે જાેડાયું છે. આ મામલામાં તેને નાસિકના ટીડીઓ તરફથી નોટિસ મોકલવામાં આવી છે. રિપોર્ટ્‌માં જણાવ્યા અનુસાર, ઐશ્વર્યા રાય બચ્ચને હાલમાં નાસિકના સિન્નરમાં અડવાડી વિસ્તારમાં એક પવન ચક્કી માટે જમીન ખરીદી હતી. જમીનનો ૧ વર્ષનો ટેક્સ ૨૧૯૬૦ રૂપિયા બાકી છે. આ બાકી નાણા માટે સિન્નરના ટીડીઓએ ઐશ્વર્યા રાયને નોટિસ મોકલી છે. અડવાડીના પહાલી વિસ્તારમાં ઐશ્વર્યાની ૧ હેક્ટર જમીન છે. ઐશ્વર્યાએ આ જમીનનો એક વર્ષથી બાકી ટેક્સ નથી ભર્યો. ઐશ્વર્યા રાય બચ્ચને તેના પર કોઈ જવાબ આપ્યો નથી. જેના જવાબમાં રેવેન્યૂ વિભાગે ઐશ્વર્યા વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા નોટિસ મોકલી છે.રેવેન્યૂ વિભાગે માર્ચના અંત સુધીમાં ટેક્સ ચુકવવા માટે નોટિસ મોકલી છે. આપને જણાવી દઈએ કે, ઐશ્વર્યાની સાથે સાથે ૧૨૦૦ લોકોને નોટિસ મોકલી છે. આ તમામ લોકોની પ્રોપર્ટી આ એરિયામાં આવેલી છે.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *