Maharashtra

કીમતી અને બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સાર્વત્રિક ઘટાડોઃ ક્રૂડ તેલનો વાયદો સુધર્યોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,942 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.14071 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.23 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,05,333 સોદાઓમાં કુલ રૂ.22,036.65 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,941.65 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.
14071.86 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 67,111 સોદાઓમાં રૂ.4,930.79 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,245ના
ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,430 અને નીચામાં રૂ.60,165ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં
રૂ.50 ઘટી રૂ.60,329ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.4 ઘટી રૂ.48,476 અને
ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 વધી રૂ.6,052ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ
રૂ.51 ઘટી રૂ.60,338ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.73,100ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.73,381 અને નીચામાં રૂ.72,557ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.166 ઘટી
રૂ.73,155ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.127 ઘટી રૂ.73,158 અને ચાંદી-માઈક્રો જૂન
કોન્ટ્રેક્ટ રૂ.123 ઘટી રૂ.73,161 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 10,651 સોદાઓમાં રૂ.1,217.72 કરોડના વેપાર થયા હતા.
તાંબુ મે વાયદો રૂ.719.95ના ભાવે ખૂલી, રૂ.7.05 ઘટી રૂ.717.10 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.1.35 ઘટી
રૂ.208.95 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.40 ઘટી રૂ.184ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.2.50 ઘટી
રૂ.223ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.1.25 ઘટી રૂ.209.25
સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.35 ઘટી રૂ.183.75 જસત-મિની મે વાયદો રૂ.2.50 ઘટી રૂ.222.95 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 49,247 સોદાઓમાં રૂ.1,754.11 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,910ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,974 અને
નીચામાં રૂ.5,873ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.40 વધી રૂ.5,969 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની
જૂન વાયદો રૂ.38 વધી રૂ.5,970 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.211ના ભાવે
ખૂલી, રૂ.5.20 ઘટી રૂ.209.10 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 5.2 ઘટી 209.1 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.39.03 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો
સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.60,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,300 અને નીચામાં
રૂ.59,020ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1,760 ઘટી રૂ.59,200ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2 વધી રૂ.955.90 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,772.57 કરોડનાં
4,592.690 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,158.22 કરોડનાં 295.242 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.605.17 કરોડનાં 10,20,620 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,148.94 કરોડનાં 5,34,88,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.97.04 કરોડનાં 4,648 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.41.47 કરોડનાં 2,252 ટન તાંબાના વાયદાઓમાં રૂ.741.85 કરોડનાં 10,323 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.337.36 કરોડનાં 15,117 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.29.18 કરોડનાં 4,896 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.9.85 કરોડનાં
102.24 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 20,848.338 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 724.735 ટન, તાંબાના વાયદાઓમાં 18,105 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 23,988 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 4,059 ટન તથા જસત અને જસત-મિનીમાં
32,821 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 11,64,260 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 3,99,04,750 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
19,248 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 272.52 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.23.14 કરોડનાં 284 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 626 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 16,281 પોઈન્ટ
ખૂલી, ઉપરમાં 16,339 અને નીચામાં 16,258 બોલાઈ, 81 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 5 પોઈન્ટ ઘટી 16,324
પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 14071.86 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 3704.41 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 344.26 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 5967.41 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 4052.28
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 242.47 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.6,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.185ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.209 અને નીચામાં રૂ.168ના
મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.11.70 વધી રૂ.205.90 થયો હતો, જ્યારે નેચરલ ગેસ મે રૂ.210 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.6 ખૂલી, ઉપરમાં રૂ.6.20 અને નીચામાં રૂ.3.70 રહી,
અંતે રૂ.3.40 ઘટી રૂ.4.65 થયો હતો.
સોનું મે રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.93.50ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.120 અને નીચામાં રૂ.60ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.10.50 વધી રૂ.99.50
થયો હતો, જ્યારે સોનું-મિની મે રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.80 ખૂલી,
ઊપરમાં રૂ.125 અને નીચામાં રૂ.70 રહી, અંતે રૂ.5.50 વધી રૂ.103 થયો હતો.
ચાંદી જૂન રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,100ના ભાવે ખૂલી, રૂ.44 ઘટી
રૂ.2,095 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,900ના ભાવે
ખૂલી, રૂ.4 ઘટી રૂ.1,989.50 થયો હતો. તાંબુ મે રૂ.730 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ
રૂ.1.60 ઘટી રૂ.0.23 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.5,900 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.220ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.239.40 અને નીચામાં રૂ.188.20ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.19.40 ઘટી રૂ.192.30 થયો હતો, જ્યારે નેચરલ ગેસ મે રૂ.210 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.4.30 ખૂલી, ઉપરમાં રૂ.5.85 અને નીચામાં રૂ.3.40 રહી, અંતે રૂ.1.80
વધી રૂ.5.55 થયો હતો.
સોનું મે રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.120ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.182 અને નીચામાં રૂ.100ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.26.50 વધી રૂ.147.50 થયો હતો,
જ્યારે સોનું-મિની મે રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.140 ખૂલી, ઊપરમાં
રૂ.161 અને નીચામાં રૂ.107 રહી, અંતે રૂ.23.50 વધી રૂ.146.50 થયો હતો.
ચાંદી જૂન રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,947.50ના ભાવે ખૂલી, રૂ.115.50
વધી રૂ.1,875 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,350ના
ભાવે ખૂલી, રૂ.57.50 વધી રૂ.1,332 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *