Maharashtra

કીમતી ધાતુઓમાં પોરો ખાતી તેજીઃ સોનાના વાયદામાં રૂ.132 અને ચાંદીમાં રૂ.481ની નરમાઈ

ક્રૂડ તેલના વાયદામાં બેરલદીઠ રૂ.80ની વૃદ્ધિઃ નેચરલ ગેસમાં સુધારોઃ મેન્થા તેલ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7670 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.12243 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.20 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,33,400 સોદાઓમાં કુલ રૂ.19,931.80 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7669.69 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.12,242.59 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 63,529 સોદાઓમાં કુલ રૂ.4,674.36 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,479ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,521 અને નીચામાં રૂ.56,316ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.132 ઘટી રૂ.56,350ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.116 ઘટી રૂ.44,770 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.13 ઘટી રૂ.5,565ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,230ના ભાવે ખૂલી, રૂ.121 ઘટી રૂ.56,293ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.69,686ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,849 અને નીચામાં રૂ.69,273ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.481 ઘટી રૂ.69,305ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.423 ઘટી રૂ.69,329 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.411 ઘટી રૂ.69,339 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 8,569 સોદાઓમાં રૂ.1,482.08 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.10 ઘટી રૂ.221.30 અને જસત જાન્યુઆરી વાયદો રૂ.0.55 ઘટી રૂ.286ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.65 વધી રૂ.766.30 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.192ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 27,757 સોદાઓમાં કુલ રૂ.1,494.93 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,481ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,543 અને નીચામાં રૂ.6,454ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.80 વધી રૂ.6,535 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.60 વધી રૂ.311.20 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 419 સોદાઓમાં રૂ.18.32 કરોડનાં કામકાજ થયા હતા. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.27.90 ઘટી રૂ.1015.30 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,635.25 કરોડનાં 4,661.568 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,039.11 કરોડનાં 292.939 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.683.51 કરોડનાં 10,48,400 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.811 કરોડનાં 26753750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલના વાયદાઓમાં રૂ.18.32 કરોડનાં 177.84 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 23,595.462 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 946.762 ટન, ક્રૂડ તેલમાં 735700 બેરલ અને નેચરલ ગેસમાં 44653750 એમએમબીટીયૂ તેમ જ મેન્થા તેલમાં 496.8 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.19.52 કરોડનાં 249 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 15,675ના સ્તરે ખૂલી, 41 પોઈન્ટ ઘટી 15,662ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.12,242.59 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.739.07 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.99.94 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.9,369.18 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,030.78 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.147.21 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.40.50 ખૂલી, ઊપરમાં રૂ.68.30 અને નીચામાં રૂ.24.80 રહી, અંતે રૂ.25.90 વધી રૂ.63.50 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.19.30 ખૂલી, ઊપરમાં રૂ.24.15 અને નીચામાં રૂ.19.20 રહી, અંતે રૂ.6.20 વધી રૂ.23.70 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.160 ખૂલી, ઊપરમાં રૂ.189 અને નીચામાં રૂ.130.50 રહી, અંતે રૂ.43.50 ઘટી રૂ.136.50 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.134.50 ખૂલી, ઊપરમાં રૂ.181 અને નીચામાં રૂ.134.50 રહી, અંતે રૂ.29.50 ઘટી રૂ.146 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,792 ખૂલી, ઊપરમાં રૂ.1,977 અને નીચામાં રૂ.1,730 રહી, અંતે રૂ.184 ઘટી રૂ.1,766 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.62.10 ખૂલી, ઊપરમાં રૂ.72.10 અને નીચામાં રૂ.27 રહી, અંતે રૂ.48.30 ઘટી રૂ.32.30 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.50 ખૂલી, ઊપરમાં રૂ.15.15 અને નીચામાં રૂ.12 રહી, અંતે રૂ.5.10 ઘટી રૂ.12.40 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.189 ખૂલી, ઊપરમાં રૂ.225 અને નીચામાં રૂ.175 રહી, અંતે રૂ.35.50 વધી રૂ.220.50 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.35 ખૂલી, ઊપરમાં રૂ.50 અને નીચામાં રૂ.34 રહી, અંતે રૂ.7 વધી રૂ.41.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.68,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,210 ખૂલી, ઊપરમાં રૂ.1,418.50 અને નીચામાં રૂ.1,210 રહી, અંતે રૂ.134 વધી રૂ.1,402.50 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *