Maharashtra

કોટન-ખાંડીના વાયદાના ભાવમાં રૂ.380ની નરમાઈઃ મેન્થા તેલમાં સુધારાનો સંચાર

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સીમિત રેન્જમાં વધઘટઃ ક્રૂડ તેલ, નેચરલ ગેસ ઢીલાઃ પ્રથમ સત્ર
સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8,211 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 9031.96 કરોડનું ટર્નઓવરઃ

બુલડેક્સ વાયદામાં રૂ.22 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,24,252 સોદાઓમાં કુલ રૂ.17,264.88 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,210.62 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.
9031.96 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 75,487 સોદાઓમાં રૂ.5,670.41 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,865ના
ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,937 અને નીચામાં રૂ.59,701ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં
રૂ.12 વધી રૂ.59,857ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.38 વધી
રૂ.48,091 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.22 વધી રૂ.6,005ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે
વાયદો 10 ગ્રામદીઠ રૂ.11 વધી રૂ.59,821ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,512ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.74,750 અને નીચામાં રૂ.74,120ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.80 ઘટી રૂ.74,574ના સ્તરે
બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.153 ઘટી રૂ.74,302 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.148
ઘટી રૂ.74,338 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 12,651 સોદાઓમાં રૂ.1,304.37 કરોડના વેપાર થયા હતા.
તાંબુ એપ્રિલ વાયદો રૂ.758.40ના ભાવે ખૂલી, રૂ.0.90 ઘટી રૂ.756.35 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ
રૂ.0.75 ઘટી રૂ.210.55 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.182ના ભાવ થયા હતા. જસત એપ્રિલ
કોન્ટ્રેક્ટ રૂ.3.15 ઘટી રૂ.238ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ
રૂ.0.70 ઘટી રૂ.210.90 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.181.95, જસત-મિની એપ્રિલ વાયદો રૂ.3.10
ઘટી રૂ.238.05 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 34,084 સોદાઓમાં રૂ.1,179.22 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,356ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,405 અને
નીચામાં રૂ.6,314ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.20 ઘટી રૂ.6,378 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની
મે વાયદો રૂ.18 ઘટી રૂ.6,377 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.181ના ભાવે
ખૂલી, રૂ.3.20 ઘટી રૂ.179.90 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 3.1 ઘટી 179.9 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.56.62 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી એપ્રિલ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.62,240ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,400 અને

નીચામાં રૂ.61,600ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.380 ઘટી રૂ.61,740ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા
તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.20 વધી રૂ.959.60 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,459.02 કરોડનાં
4,106.352 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3,211.39 કરોડનાં 428.068 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.459.21 કરોડનાં 7,21,930 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.720.01 કરોડનાં 3,72,30,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.290.99 કરોડનાં 13,777 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.65.90 કરોડનાં 3,583 ટન તાંબાના વાયદાઓમાં રૂ.498.51 કરોડનાં 6,558 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.448.97 કરોડનાં 18,654 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.43 કરોડનાં 6,864 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.13.62 કરોડનાં 140.4
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 20,343.926 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 894.658 ટન, તાંબાના વાયદાઓમાં 12,627.500 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 18,141 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,693 ટન તથા જસત અને જસત-મિનીમાં 24,271
ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 7,33,850 બેરલ તથા નેચરલ ગેસ અને
નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 4,54,64,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 18,528
ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 343.08 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.22.30 કરોડનાં 273 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 454 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ એપ્રિલ વાયદો 16,321
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,376 અને નીચામાં 16,200 બોલાઈ, 176 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 11 પોઈન્ટ ઘટી
16,351 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 9031.96 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 809.91 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 1591.79 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 5753.74 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 876.39
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 191.31 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ મે રૂ.6,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.210.10ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.239 અને નીચામાં રૂ.195.10ના
મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.16.30 ઘટી રૂ.223.30 થયો હતો, જ્યારે નેચરલ ગેસ મે રૂ.200 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.25 ખૂલી, ઉપરમાં રૂ.15.35 અને નીચામાં રૂ.13.60
રહી, અંતે રૂ.0.85 ઘટી રૂ.14.40 થયો હતો.
સોનું મે રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.750ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.828 અને નીચામાં રૂ.700ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.17.50 વધી રૂ.777.50 થયો હતો,
જ્યારે સોનું-મિની એપ્રિલ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.178 ખૂલી, ઊપરમાં
રૂ.270 અને નીચામાં રૂ.178 રહી, અંતે રૂ.12.50 ઘટી રૂ.226.50 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.350ના ભાવે ખૂલી, રૂ.25.50
ઘટી રૂ.519.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ

રૂ.2,951ના ભાવે ખૂલી, રૂ.262 ઘટી રૂ.2,825 થયો હતો. સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ દીઠ સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોન્ટ્રેક્ટ થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ મે રૂ.6,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.258ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.280.40 અને નીચામાં રૂ.235ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.0.80 વધી રૂ.243.70 થયો હતો, જ્યારે નેચરલ ગેસ મે રૂ.180 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.8 ખૂલી, ઉપરમાં રૂ.8.55 અને નીચામાં રૂ.7.45 રહી, અંતે રૂ.0.50 વધી
રૂ.8.20 થયો હતો.
સોનું મે રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.196.50ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.202 અને નીચામાં રૂ.173ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.5.50 ઘટી રૂ.191 થયો
હતો, જ્યારે સોનું-મિની એપ્રિલ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.416 ખૂલી,
ઊપરમાં રૂ.479 અને નીચામાં રૂ.357 રહી, અંતે રૂ.24.50 ઘટી રૂ.401.50 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.74,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.449ના ભાવે ખૂલી, રૂ.55.50 વધી
રૂ.469.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.2,298ના
ભાવે ખૂલી, રૂ.96.50 ઘટી રૂ.2,109 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *