Maharashtra

કોટન-ખાંડીમાં 528 ખાંડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.200નો ઘટાડો જોવાયો

સોનાનો વાયદો રૂ.152 અને ચાંદીનો વાયદો રૂ.203 વધ્યોઃ ક્રૂડ તેલના
વાયદામાં રૂ.66ની નરમાઈઃ નેચરલ ગેસ, મેન્થા તેલ પણ ઢીલાઃ પ્રથમ
સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7092 કરોડ અને ઓપ્શન્સમાં
રૂ.12575 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.20 કરોડનાં
કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,57,380 સોદાઓમાં કુલ રૂ.19,686.05 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7091.72 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.12574.73
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 50,962 સોદાઓમાં કુલ રૂ.3,692.39 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં
રૂ.55,878ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,982 અને નીચામાં રૂ.55,827 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.152 વધી રૂ.55,873ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ
રૂ.140 વધી રૂ.44,623 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.11 વધી રૂ.5,508ના ભાવે પહોંચ્યો હતો.
સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.55,605ના ભાવે ખૂલી, રૂ.139 વધી રૂ.55,864ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.64,657ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.64,934 અને નીચામાં રૂ.64,480 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.203 વધી રૂ.64,604 ના
સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.203 વધી રૂ.64,830 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ
રૂ.214 વધી રૂ.64,847 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 10,373 સોદાઓમાં રૂ.1,336.54 કરોડના વેપાર થયા હતા.
એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.1.70 ઘટી રૂ.207.60 અને જસત માર્ચ વાયદો રૂ.2.85 ઘટી રૂ.266ના
ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.6.15 ઘટી રૂ.750.50 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.35 ઘટી
રૂ.183ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 42,375 સોદાઓમાં કુલ રૂ.2,056.32 કરોડનો ધંધો થયો હતો.
ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,488ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,506 અને
નીચામાં રૂ.6,428 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.66 ઘટી રૂ.6,437 બોલાયો હતો, જ્યારે
નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.23.30 ઘટી રૂ.221.50 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 78 સોદાઓમાં રૂ.6.47 કરોડનાં કામકાજ થયા હતા. કોટન
ખાંડી માર્ચ વાયદો 1 ખાંડીદીઠ રૂ.63,340ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,460 અને નીચામાં
રૂ.63,200 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.200 ઘટી રૂ.63,300ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના
વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.60 ઘટી રૂ.1034.30 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,990.86 કરોડનાં
3,558.628 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.1,701.53 કરોડનાં 262.190 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.823 કરોડનાં 12,72,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં
રૂ.1,201 કરોડનાં 53418750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડીના વાયદાઓમાં
રૂ.3.34 કરોડનાં 528 ખાંડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.3.13 કરોડનાં 30.24 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,084.389 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 690.726 ટન, ક્રૂડ તેલમાં 651500 બેરલ અને નેચરલ ગેસમાં 41506250
એમએમબીટીયૂ તેમ જ કોટન ખાંડીમાં 9600 ખાંડી, મેન્થા તેલમાં 384.48 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.19.60 કરોડનાં
259 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ માર્ચ વાયદો 15,133ના સ્તરે ખૂલી, 47 પોઈન્ટ વધી 15,122ના સ્તરે
હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.12,574.73 કરોડનું
નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.600.79 કરોડ, ચાંદી તથા
ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.120.12 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.10,100.51 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,752.07
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.283.93 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ
રૂ.185 ખૂલી, ઊપરમાં રૂ.230 અને નીચામાં રૂ.135 રહી, અંતે રૂ.31 ઘટી રૂ.138.60 થયો હતો. જ્યારે નેચરલ ગેસ
માર્ચ રૂ.230ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.15.50 ખૂલી, ઊપરમાં રૂ.15.50
અને નીચામાં રૂ.10.95 રહી, અંતે રૂ.11.90 ઘટી રૂ.11.70 થયો હતો. સોનું માર્ચ રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.400 ખૂલી, ઊપરમાં રૂ.435 અને નીચામાં રૂ.373.50 રહી, અંતે રૂ.35.50
વધી રૂ.393 થયો હતો. ચાંદી એપ્રિલ રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,701
ખૂલી, ઊપરમાં રૂ.1,730 અને નીચામાં રૂ.1,601 રહી, અંતે રૂ.118.50 વધી રૂ.1,679.50 થયો હતો. ચાંદી-મિની
એપ્રિલ રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,300 ખૂલી, ઊપરમાં રૂ.1,671.50
અને નીચામાં રૂ.1,300 રહી, અંતે રૂ.85 વધી રૂ.1,564 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.6,400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.135 ખૂલી, ઊપરમાં રૂ.154.80 અને નીચામાં રૂ.122.70 રહી, અંતે રૂ.25.40 વધી રૂ.151.10 થયો હતો.
જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.220ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.95 ખૂલી,
ઊપરમાં રૂ.14.95 અને નીચામાં રૂ.9.95 રહી, અંતે રૂ.8 વધી રૂ.14.55 થયો હતો. સોનું માર્ચ રૂ.56,000ની સ્ટ્રાઈક
પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.470 ખૂલી, ઊપરમાં રૂ.529 અને નીચામાં રૂ.450 રહી, અંતે
રૂ.129.50 ઘટી રૂ.475.50 થયો હતો. ચાંદી એપ્રિલ રૂ.63,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
કિલોદીઠ રૂ.1,085 ખૂલી, ઊપરમાં રૂ.1,100 અને નીચામાં રૂ.1,008.50 રહી, અંતે રૂ.213.50 ઘટી રૂ.1,082 થયો
હતો. સોનું-મિની માર્ચ રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.202 ખૂલી, ઊપરમાં
રૂ.202 અને નીચામાં રૂ.152 રહી, અંતે રૂ.32.50 ઘટી રૂ.170.50 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *