સોનાના વાયદામાં રૂ.601 અને ચાંદીમાં રૂ.4,230નો કડાકોઃ ક્રૂડ તેલમાં સેંકડા વધ્યાઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,09,095 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.340974 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.387 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 5 થી 11 મે સુધીના સપ્તાહ દરમિયાન 57,73,222 સોદાઓમાં કુલ રૂ.4,50,458.4 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,09,095.94 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.340974.97 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,44,616 સોદાઓમાં રૂ.70,486.17 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.61,566ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,651 અને નીચામાં રૂ.60,250ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.601 ઘટી રૂ.60,892ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.294 ઘટી રૂ.48,865 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.43 ઘટી રૂ.6,118ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.561 ઘટી રૂ.60,886ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.78,100ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.78,292 અને નીચામાં રૂ.73,710ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.4,230 ઘટી રૂ.73,808ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.3,995 ઘટી રૂ.73,815 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.3,999 ઘટી રૂ.73,804 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 85,277 સોદાઓમાં રૂ.10,125.44 કરોડના વેપાર થયા હતા. તાંબુ મે વાયદો રૂ.738.45ના ભાવે ખૂલી, રૂ.9.35 ઘટી રૂ.729.20 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.0.65 ઘટી રૂ.205.95 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.184ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.4.50 ઘટી રૂ.231ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.0.50 ઘટી રૂ.206.25 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.55 વધી રૂ.183.95 જસત-મિની મે વાયદો રૂ.4.25 ઘટી રૂ.230.90 બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 7,94,626 સોદાઓમાં રૂ.28,424.91 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,662ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,060 અને નીચામાં રૂ.5,653ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.154 વધી રૂ.5,843 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.154 વધી રૂ.5,847 બંધ થયો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.172ના ભાવે ખૂલી, રૂ.5.40 વધી રૂ.179.60 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 5.4 વધી 179.8 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.59.42 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.63,140ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,400 અને નીચામાં રૂ.61,720ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,220 ઘટી રૂ.61,860ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.60 ઘટી રૂ.955.80 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.27,932.69 કરોડનાં 45,720.506 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.42,553.48 કરોડનાં 5,563.121 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.13,593.48 કરોડનાં 22,920,460 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.14,831.43 કરોડનાં 814,603,250 એમએમબીટીયૂનાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,505.51 કરોડનાં 72,488 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.281.51 કરોડનાં 15,283 ટન તાંબાના વાયદાઓમાં રૂ.5,916.56 કરોડનાં 79,598 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,421.86 કરોડનાં 102,522 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.47.97 કરોડનાં 7,680 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.11.45 કરોડનાં 118.44 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 21,540.635 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 746.636 ટન, તાંબાના વાયદાઓમાં 18,005 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 23,760 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,928 ટન તથા જસત અને જસત-મિનીમાં 29,367 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 2,077,170 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 60,556,750 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 16,320 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 277.2 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.387.49 કરોડનાં 4655 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 572 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 16,705 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,880 અને નીચામાં 16,455 બોલાઈ, 425 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 351 પોઈન્ટ ઘટી 16,462 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.340974.97 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.29900.04 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5224.93 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.280749.43 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.25080.5 કરોડનાં કામકાજ થયાં હતાં.
