Maharashtra

ક્રિકેટર ઋષભ પંતે ૧૬ દિવસે પહેલી વખત ટિવટ કર્યું ,બીસીસીઆઇ અને ચાહકોનો આભાર માન્યો

મુંબઈ
ડિસેમ્બર મહિનાના અંતમાં રોડ એક્સિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયેલાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઋષભ પંતે આજે ૧૬ દિવસે એક્સિડન્ટ બાદ પહેલી વખત ટ્‌વીટ કર્યું છે. આ ટિવટમાં તેણે તેના ફેન્સને સબ કુશલ મંગલ હૈ.પંતે ટ્‌વીટ કરી બીસીસીઆઇ અને ચાહકોનો આભાર માન્યો હતો.પંતે કહ્યું હતું કે મારી માટે પ્રાર્થના કરનાર અને મારા દુખમાં સહભાગી થનારાઓનો ખુબ ખુબ આભાર ટિવટમાં ઋષભ પંતે જણાવ્યું છે કે તેના પર કરવામાં આવેલી સર્જરી સફળ રહી છે અને પીચ પર પાછા ફરવાની દિશામાં પગલા માંડી દીધા છે. એક્સિડન્ટ બાદ મદદ કરવા માટે તેણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ અને બીસીસીઆઇના જય શાહનો આભાર માન્યો છે. તેણે જય શાહને પોતાના ટિવટમાં ટેગ પણ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૩૦મી ડિસેમ્બરના ઘરે પાછા ફરતી વખતે રિષભ પંતની કારને રુરકી નજીક ડિવાઈડર સાથે અથડાતા જાેરદાર અકસ્માત નડ્યો હતો. આ ટક્કર બાદ પંતની કારમાં આગ લાગી ગઈ હતી. સમયસર પંત કારમાંથી બહાર આવી ગયો એટલે તેને વધુ કોઈ ઈજા પહોંચી નહોતી. જાેકે, આ અકસ્માત બાબતે પણ લોકોમાં મતમતાંર જાેવા મળ્યો હતો. ખેર, આપણે તો ભાઈસાબ એ જ વાતે રાજીના રેડ થઈ ગયા છે આપણો ફેવરિટ ક્રિકેટર હવે ધીરે ધીરે સાજાે થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં જ ફરી એક વખત તેને મેદાનમાં રમતો જાેઈ શકાશે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *