મુંબઈ
ટીમ ઈન્ડિયાએ બુધવારે અમદાવાદમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ્૨૦ મેચમાં રેકોર્ડ જીત મેળવી હતી. ટીમે ન્યૂઝીલેન્ડને ૧૬૮ રને હરાવ્યું હતું. આ જીતનો હીરો શુભમન ગિલ હતો. ગિલે તેની ્૨૦ ઈન્ટરનેશનલ કરિયરની પહેલી સેન્ચુરી ફટકારી હતી. ગિલ હાલ શાનદાર ફોર્મમાં છે. ત્યારે આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ લોકોના દિલ જીતી લીધા હતા. પરંતુ ટીમ ઈન્ડિયાએ ગ્રાઉન્ડની બહાર પણ મનોરંજન પુરું પાડ્યું હતું. યુવા પ્લેયર્સ શુભમન ગિલ, ઈશાન કિશન અને લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે રિયાલિટી શો ‘રોડિઝ’ના એક સીનને રિક્રિએટ કર્યો હતો. આ વીડિયો શુભમન ગિલે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. જેમાં આ ત્રણેય પ્લેયર્સ રિયાલિટી શો ‘સ્ફ રોડિઝ’નો એક પોપ્યુલર સીનને રિક્રિએટ કર્યો હતો. આ વીડિયોમાં ગિલ કન્ટેસ્ટન્ટ બન્યો છે. જ્યારે યુઝવેન્દ્ર ચહલ અને ઈશાન કિશન જજ બન્યા છે. ત્યારે ચહલ ગિલને કંઈક પૂછે ત્યારે, ઈશાન ગુસ્સે થઈને હાથમાં રહેલો ટુવાલ નીચે ફેંકી દે છે. જેના પછી ગિલ કહે છે કે ‘આઈ હેવ ધેટ પેશન’. જેના પછી ઈશાન કિશન ગોરિલાની જેમ જ કૂદકા મારતા મારતા ગિલ પરથી ઠેકડો મારે છે. આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ રિએક્શન આપી રહ્યા છે. અમુક લોકોએ શુભમન ગિલની પોસ્ટ પર મજાકમાં લખ્યું છે કે ‘પ્લેયર જ્યારે ફોર્મમાં હોય, તો આ મસ્તી પણ ચલાવી જ લેવાય’. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે ૨-૧થી સિરીઝ જીતી લીધી હતી. ત્રીજી ્૨૦ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને માત્ર ૬૬ રનમાં જ ઓલઆઉટ કરીને ૧૬૮ રને મેચ જીતી લીધી હતી. આ સાથે જ ભારતે તેમના ્૨૦ ઈતિહાસની સૌથી મોટી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ ૨૦૧૮માં આયર્લેન્ડને ૧૪૩ રનથી હરાવ્યું હતું. છેલ્લી મેચમાં સદી ફટકારનાર શુભમન ગિલ પ્લેયર ઑફ ધ મેચ બન્યો હતો. જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યા પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર થયો હતો.


