મેન્થા તેલ ઢીલુઃ નેચરલ ગેસમાં નોમિનલ સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 7319 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 12790 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 28 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,47,082 સોદાઓમાં કુલ રૂ.20,137.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 7319.07 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 12790.48 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 62,300 સોદાઓમાં કુલ રૂ.4,517.72 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.57,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,248 અને નીચામાં રૂ.56,982 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.71 વધી રૂ.57,026ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.77 વધી રૂ.45,761 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 વધી રૂ.5,603ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.57,000ના ભાવે ખૂલી, રૂ.25 વધી રૂ.56,951ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,635ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,845 અને નીચામાં રૂ.67,252 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 51 ઘટી રૂ.67,348 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 60 ઘટી રૂ.67,533 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.44 ઘટી રૂ.67,542 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 7,517 સોદાઓમાં રૂ.1,245.63 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.1.05 ઘટી રૂ.220.50 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.2.50 ઘટી રૂ.275ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.60 ઘટી રૂ.769.70 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.35 ઘટી રૂ.184ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 29,573 સોદાઓમાં કુલ રૂ.1,551.09 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,169ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,295 અને નીચામાં રૂ.6,169 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.126 વધી રૂ.6,257 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.4 વધી રૂ.204.90 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 92 સોદાઓમાં રૂ.4.63 કરોડનાં કામકાજ થયા હતા. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.70 ઘટી રૂ.1007.30 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,428.90 કરોડનાં 4,251.468 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,088.82 કરોડનાં 307.652 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.970.36 કરોડનાં 15,51,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.581 કરોડનાં 27966250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલના વાયદાઓમાં રૂ.4.63 કરોડનાં 45.72 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 22,281.233 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 834.111 ટન, ક્રૂડ તેલમાં 807400 બેરલ અને નેચરલ ગેસમાં 56990000 એમએમબીટીયૂ તેમ જ મેન્થા તેલમાં 431.28 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.28.27 કરોડનાં 362 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 15,618ના સ્તરે ખૂલી, 15 પોઈન્ટ વધી 15,601ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.12,790.48 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.386.31 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.185.18 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.11,304.70 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.913.90 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 258.24 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.119 ખૂલી, ઊપરમાં રૂ.165.30 અને નીચામાં રૂ.119 રહી, અંતે રૂ.42.10 વધી રૂ.149 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.210ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.20 ખૂલી, ઊપરમાં રૂ.13.30 અને નીચામાં રૂ.11.20 રહી, અંતે રૂ.1.65 વધી રૂ.11.75 થયો હતો. સોનું માર્ચ રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.830 ખૂલી, ઊપરમાં રૂ.913 અને નીચામાં રૂ.795.50 રહી, અંતે રૂ.36.50 વધી રૂ.835.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.600 ખૂલી, ઊપરમાં રૂ.640 અને નીચામાં રૂ.510 રહી, અંતે રૂ.46.50 ઘટી રૂ.556 થયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી રૂ.58,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.243 ખૂલી, ઊપરમાં રૂ.275 અને નીચામાં રૂ.233 રહી, અંતે રૂ.16.50 વધી રૂ.240.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.173.20 ખૂલી, ઊપરમાં રૂ.176.80 અને નીચામાં રૂ.128.70 રહી, અંતે રૂ.70.70 ઘટી રૂ.145.70 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.40 ખૂલી, ઊપરમાં રૂ.11.85 અને નીચામાં રૂ.10.35 રહી, અંતે રૂ.1.85 ઘટી રૂ.11.50 થયો હતો. સોનું માર્ચ રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.819.50 ખૂલી, ઊપરમાં રૂ.819.50 અને નીચામાં રૂ.684 રહી, અંતે રૂ.35 ઘટી રૂ.784.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.67,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,118 ખૂલી, ઊપરમાં રૂ.1,241.50 અને નીચામાં રૂ.993.50 રહી, અંતે રૂ.1 વધી રૂ.1,205.50 થયો હતો. સોનું-મિનીફેબ્રુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.200 ખૂલી, ઊપરમાં રૂ.237.50 અને નીચામાં રૂ.177 રહી, અંતે રૂ.2 ઘટી રૂ.220.50 થયો હતો.
