કોટન ખાંડી, નેચરલ ગેસ, મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી
વાયદાઓમાં રૂ.7749 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.19179 કરોડનું ટર્નઓવરઃ
બુલડેક્સ વાયદામાં રૂ.22 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,11,269 સોદાઓમાં કુલ રૂ.26,950.67 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7749.3 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.19179.33
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 71,137 સોદાઓમાં કુલ રૂ.5,089.22 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં
રૂ.56,611ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,867 અને નીચામાં રૂ.56,580 ના મથાળે અથડાઈ, પ્રથમ
સત્ર સુધીમાં રૂ.228 વધી રૂ.56,725ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ
રૂ.17 વધી રૂ.45,238 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.10 વધી રૂ.5,575ના ભાવે પહોંચ્યો હતો.
સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,560ના ભાવે ખૂલી, રૂ.166 વધી રૂ.56,652ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.66,415ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.66,674 અને નીચામાં રૂ.65,851 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.207 ઘટી
રૂ.65,937 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.231 ઘટી રૂ.66,173 અને ચાંદી-માઈક્રો
ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.235 ઘટી રૂ.66,190 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 6,946 સોદાઓમાં રૂ.1,147.27 કરોડના વેપાર થયા હતા.
એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.20 વધી રૂ.214.30 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.0.80 વધી
રૂ.276ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2.95 વધી રૂ.775.05 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ
રૂ.0.30 વધી રૂ.185ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 30,984 સોદાઓમાં કુલ રૂ.1,494.80 કરોડનો ધંધો થયો હતો.
ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,544ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,591 અને
નીચામાં રૂ.6,519 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.118 ઘટી રૂ.6,528 બોલાયો હતો, જ્યારે
નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.50 વધી રૂ.206.70 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 187 સોદાઓમાં રૂ.18.01 કરોડનાં કામકાજ થયા હતા. કોટન
ખાંડી ફેબ્રુઆરી વાયદો 1 ખાંડીદીઠ રૂ.63,820ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,100 અને નીચામાં
રૂ.63,800 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.20 વધી રૂ.63,920ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના
વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.60 વધી રૂ.993.60 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,523.85 કરોડનાં
4,445.480 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,565.37 કરોડનાં 384.913 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.810.77 કરોડનાં 12,35,700 બેરલ અને નેચરલ ગેસના
વાયદાઓમાં રૂ.684 કરોડનાં 3,32,22,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડીના
વાયદાઓમાં રૂ.12.60 કરોડનાં 1,968 ખાંડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.5.41 કરોડનાં 54 ટનના વેપાર થયા
હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,906.603 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 911.551 ટન, ક્રૂડ તેલમાં 762300 બેરલ અને નેચરલ ગેસમાં 5,77,06,250
એમએમબીટીયૂ તેમ જ કોટન ખાંડીમાં 3,888 ખાંડી, મેન્થા તેલમાં 415.8 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.22.04 કરોડનાં
285 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 15,447ના સ્તરે ખૂલી, 16 પોઈન્ટ વધી 15,442ના
સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.19,179.33 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.404.30 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.288.92 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.17,135.32 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં
રૂ.1,350.60 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.226.41 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.85 ખૂલી, ઊપરમાં રૂ.85 અને નીચામાં રૂ.46.20 રહી, અંતે રૂ.62 ઘટી રૂ.52.60 થયો હતો. જ્યારે
નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.15 ખૂલી,
ઊપરમાં રૂ.14.90 અને નીચામાં રૂ.10.15 રહી, અંતે રૂ.2.85 વધી રૂ.14.50 થયો હતો. સોનું માર્ચ રૂ.57,000ની
સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.579 ખૂલી, ઊપરમાં રૂ.689 અને નીચામાં રૂ.565.50
રહી, અંતે રૂ.100 વધી રૂ.635 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.67,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ
1 કિલોદીઠ રૂ.682 ખૂલી, ઊપરમાં રૂ.772 અને નીચામાં રૂ.555 રહી, અંતે રૂ.96 ઘટી રૂ.570 થયો હતો. સોનું-મિની
ફેબ્રુઆરી રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.330 ખૂલી, ઊપરમાં રૂ.350 અને
નીચામાં રૂ.294 રહી, અંતે રૂ.13.50 ઘટી રૂ.300.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ
કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.62 ખૂલી, ઊપરમાં રૂ.74 અને નીચામાં રૂ.42 રહી, અંતે રૂ.30.60 વધી રૂ.69.10 થયો હતો.
જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.90
ખૂલી, ઊપરમાં રૂ.10.45 અને નીચામાં રૂ.7.60 રહી, અંતે રૂ.2.15 ઘટી રૂ.7.90 થયો હતો. સોનું માર્ચ રૂ.56,000ની
સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.405 ખૂલી, ઊપરમાં રૂ.412.50 અને નીચામાં રૂ.344
રહી, અંતે રૂ.67 ઘટી રૂ.380 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.66,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
કિલોદીઠ રૂ.802 ખૂલી, ઊપરમાં રૂ.1,023 અને નીચામાં રૂ.711.50 રહી, અંતે રૂ.43.50 વધી રૂ.983 થયો હતો.
ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.66,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.175 ખૂલી, ઊપરમાં
રૂ.597.50 અને નીચામાં રૂ.175 રહી, અંતે રૂ.81 વધી રૂ.539 થયો હતો.
