Maharashtra

જાેન વિક ૪નું OTT પર આગમન થશે

મુંબઈ
કીયાનુ રીવ્સની હાઈ ઓક્ટેન એક્શન ફિલ્મ ‘જાેન વિક ચેપ્ટર ૪’ને રૂ.૩૦૦૦ કરોડનું વર્લ્ડવાઈડ કલેક્શન મળ્યું હતું. માર્ચ મહિનામાં રિલીઝ થયેલી હોલિવૂડની આ ફિલ્મે ભારતમાં રૂ.૫૦ કરોડનું કલેક્શન મેળવ્યું હતું. ૨૪ માર્ચ ૨૦૨૩ના રોજ રિલીઝની સાથે જ આ ફિલ્મે ક્લાસિક કલ્ટ કેટેગરીમાં સ્થાન મેળવી લીધુ હતું. જાેન વિક ફ્રેન્ચાઈઝીની ફિલ્મોમાં સ્ટન્ટ અને એક્શન સીન્સ ખૂબ દમદાર હોય છે. બોલિવૂડની ફિલ્મો માટે લગભગ અશક્ય કહી શકાય તેવો ગજબનો રિસ્પોન્સ આ ફિલ્મને મળ્યો હતો. ભારતમાં પણ કીયાનુ રીવ્ઝની ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મમાં રીવેન્જ ડ્રામાની સાથે થ્રિલર અને એક્શનનું કોમ્બિનેશન છે. જાેન વિકની પહેલી ફિલ્મની શરૂઆત રીવેન્જ સાથે થઈ હતી. ચોથા ભાગમાં રીવેન્જ સ્ટોરી આગળ વધે છે. જાેન વિક ન્યૂયોર્ક શહેરમાં અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે. કોઈની નજરે ચડ્યા વગર તે હાઈ ટેબલ સામે બદલો લેવાની તૈયારી કરે છે. બોવેરી કિંગને પાઠ ભણાવવા તે મોરક્કો પહોંચી જાય છે. પોતાના જીવનને જાેખમમાં મૂકનારા જાેન વિકના સંઘર્ષ અને તૈયારીને આ ફિલ્મમાં રજૂ કરાયા છે. બોલિવૂડની ફિલ્મોમાં વીએફએક્સ અને ભવ્ય એક્શન સીન્સનો પ્રભાવ વધારવામાં જાેન વિક જેવી હોલિવૂડ ફિલ્મોનો મોટો ફાળો છે. આ ફિલ્મને રિલીઝના ત્રણ મહિનામાં જ ઓટીટી રિલીઝની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રિપોર્ટ્‌સ મુજબ, નેટફ્લિક્સ પર મે મહિનામાં આ ફિલ્મ રિલીઝ થશે. આ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ હજુ થયું નથી. જાેન વિકની અગાઉની ત્રણ ફિલ્મો લાયન્સગેટ ઓટીટી પર રિલીઝ થઈ હતી. જાે કે ચોથા ભાગ માટે નેટફ્લિક્સે અધધપ કહી શકાય તેવી રકમ ચૂકવી હોવાનું કહેવાય છે. ૨૪ મેથી આ ફિલ્મને સ્ટ્રીમ કરવામાં આવે તેવી શક્યતા છે. નેટફ્લિક્સ દ્વારા ટૂંક સમયમાં આ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ શકે છે. હોલિવૂડ કન્ટેન્ટ માટે નેટફ્લિક્સને પસંદ કરવામાં આવે છે. આ ઓટીટી પ્લેટફોર્મ ભારતમાં સબસ્ક્રાઈબર વધારવા મથી રહ્યું છે ત્યારે જાેન વિકના કારણે તેને મદદ મળી શકે છે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *