Maharashtra

ડોન અબુ સાલેમનો ભત્રીજાે આરીફ મુંબઈથી ઝડપાયો

મુંબઈ
યુપી પોલીસે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમના ભત્રીજા આરીફની મુંબઈથી ધરપકડ કરી છે. હવે પોલીસની ર્જીંય્ ટીમ તેને આઝમગઢ લાવી રહી છે. પીડિતા શબાના પરવીનની ફરિયાદ પર આરિફ વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૮૬, ૪૧૯, ૪૨૦, ૪૬૭, ૪૬૮ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. શબાના પરવીનની ફરિયાદ બાદ પોલીસે હેના, સલમાન અને આરિફને આરોપી બનાવ્યા. તેના પર નકલી દસ્તાવેજાે બનાવીને જમીન હડપ કરવાનો અને ખંડણી માંગવાનો આરોપ છે.યુપી પોલીસે આરીફને ફરાર જાહેર કર્યો હતો. લાંબા સમયથી તેની શોધમાં દરોડા પાડવામાં આવી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર તેની બાંદ્રાથી ધરપકડ કરવામાં આવી છે. આરીફ અબુ સાલેમનો ભત્રીજાે છે. અબ્દુલ હકીમ અબુ સાલેમનો મોટો ભાઈ છે.આરીફની માહિતી મળતા જ યુપી પોલીસની એક ટીમ તુરંત બાંદ્રા પહોંચી હતી. ત્યાં આરીફ રસ્તા પર ઊભેલો જાેવા મળ્યો. આરીફને આનો કોઈ શંકા ન જાય અને તે સતર્ક ન થઇ જાય તે માટે યુપી પોલીસ સાદા કપડામાં ત્યાં ગઈ. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જાેવા મળે છે કે આરીફ એક દુકાનની સામે ઉભો છે. ત્યાં પહેલેથી જ કેટલાક અન્ય લોકો છે. આથી યુપી પોલીસના કર્મચારીઓ સાદા યુનિફોર્મમાં ત્યાં પહોંચ્યા અને આરીફને પકડીને બીજી બાજુ લઈ જવા લાગ્યા.માફિયા અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ યુપી પોલીસે ફરાર ગુનેગારોને પકડવા માટે દરોડા તેજ કર્યા છે. જે બદમાશો ધરપકડ દરમિયાન પોલીસ પર ફાયરિંગ કરી રહ્યા છે, યુપી પોલીસ પણ તેમનો સામનો કરી રહી છે. દરમિયાન, યુપી પોલીસે આજે હિસ્ટ્રીશીટર દીપુની ધરપકડ કરી છે. પોલીસ બદમાશને પકડવા ગઈ હતી, પરંતુ તે દરમિયાન તેણે પોતાને ગોળી મારી દીધી. પોલીસે ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે બદમાશને પગમાં ગોળી વાગી હતી.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *