Maharashtra

‘તારક મહેતા…’ શોને છોડ્યાના ૫ વર્ષ બાદ ‘દયાબેન’ એટલા બદલાઈ ગયા કે ઓળખવા મુશ્કેલ

મુંબઈ
ટીવીનો સૌથી જાણીતો કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સમયાંતરે ઘણા ફેરફારો થયા છે. આ શોની ્‌ઇઁમાં થોડો ઘટાડો થયો હતો, જે બાદ મેકર્સે આ શોને ફરી એકવાર હિટ બનાવવાની કોશિશ શરૂ કરી દીધી છે. ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ શોમાં નવા ટપુની એન્ટ્રી બાદ હવે તેની ગર્લફ્રેન્ડ આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. જાે કે, અનેક બદલાવ પછી પણ દિશા વકાણી એટલે કે દયાબેનને લોકો ખૂબ યાદ કરે છે. દિશા વકાણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લગભગ ૫ વર્ષથી જાેવા મળી નથી. પરંતુ ફેન્સ હજુ પણ તેને ભૂલ્યા નથી. દિશાએ આ શોમાં પોતાની અનોખી સ્ટાઇલ અને સેન્સ ઓફ હ્યુમરથી દર્શકોના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. જાે કે શો છોડ્યા બાદ તેણે પાપારાઝીથી પણ પોતાની જાતને પૂરી રીતે દૂર કરી લીધી છે. અભિનેત્રી આ દિવસોમાં પોતાનો તમામ સમય પરિવારને આપી રહી છે. આ દરમિયાન દિશા વકાણીનો અનસીન વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં દિશાની સાથે સાથે તેના રિયલ લાઈફ દીકરાની પણ પહેલી ઝલક જાેવા મળી છે. આ વાયરલ ક્લિપ મહાશિવરાત્રિ તહેવારની છે. જેમાં દિશા પોતાના પતિ મયુર સાથે શિવલિંગની પૂજા કરતી જાેવા મળી રહી છે. આ સાથે જ દિશા વકાણીના દીકરાની પહેલી ઝલક પણ આ વિડીયોમાં જાેવા મળી રહી છે. દિશા ખુલ્લા વાળમાં જાેવા મળે છે. કોઈ મેકઅપ કર્યો નથી અને થોડી બદલાઈ ગઈ હોય તેવું લાગે છે. આ વિડીયો જાેયા બાદ ફેન્સ ફરી એકવાર એક્ટ્રેસને તારક મહેતામાં પરત ફરવાનું કહેતા જાેવા મળ્યા હતા. આ વિડીયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, ‘મેમ પ્લીઝ ્‌સ્ર્દ્ભંઝ્રમાં પાછા આવી જાવ. અન્ય યુઝરે પણ આવી વિનંતી કરી હતી. મેકર્સનું શું કહેવું છે? તે જાણો.. તાજેતરમાં જ મીડિયા સાથેની વાતચીત દરમિયાન દિશા વકાણીના શોમાં પરત ફરવાના સવાલનો જવાબ આપતા શોના નિર્માતા અસિત મોદીએ કહ્યું હતું કે, જાે દિશા પાછી આવવા માંગે છે, તો આનાથી વધુ સારું કંઈ નથી, પરંતુ અત્યારે તે તેના પારિવારિક જીવનને મહત્વ આપી રહી છે. અમે ટપુને પાછા લાવ્યા છીએ, તેથી દયાબેન પણ ટૂંક સમયમાં પાછાં આવશે. થોડીવાર રાહ જુઓ.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *