મુંબઇ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે નાગાલેન્ડમાં મુખ્યમંત્રી નેફ્યુ રિયોને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. એનસીપીના પ્રમુખના આ ર્નિણય બાદ સ્પષ્ટ છે કે પાર્ટી નાગાલેન્ડમાં વિપક્ષની ભૂમિકા ભજવશે નહીં. હાલમાં રાજ્યમાં એનડીપીપી અને ભાજપની ગઠબંધન સરકાર છે. જાે કે, એ સ્પષ્ટ નથી કે એનસીપી નાગાલેન્ડમાં સરકારનો હિસ્સો બનશે કે પછી તેને માત્ર બહારથી સમર્થન કરશે. પાર્ટીનો આ ર્નિણય એનસીપીના નાગાલેન્ડ યુનિટ અને ૭ ધારાસભ્યો તરફથી રાજ્યના હિતમાં સરકારના સમર્થનના અભિપ્રાય બાદ લેવામાં આવ્યો છે. જ્યારે, એનસીપીના આ ર્નિણય બાદ તેની અસર મહારાષ્ટ્રના રાજકારણમાં પણ જાેવા મળી શકે છે, કારણ કે કોંગ્રેસ, ઉદ્ધન જુથની શિવસેના અને એનસીપીનું સમર્થન છે.એનસીપીનો આ ર્નિણય એવા સમયે આવ્યો છે જ્યારે પાર્ટી નાગાલેન્ડમાં વિપક્ષમાં બેસવાની તૈયારી કરી રહી હતી. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તર પૂર્વ પ્રભારી નરેન્દ્ર વર્માએ જણાવ્યું કે પાર્ટી રાજ્યમાં વિપક્ષના નેતા પદ માટે તૈયારી કરી રહી છે. અંતિમ ર્નિણય શરદ પવાર પર છોડી દેવામાં આવ્યો હતો. પવારે મંગળવારે પ્રભારીનો પ્રસ્તાવ સાંભળ્યા પછી, નેફ્યુ રિયોના નેતૃત્વને સમર્થન આપવાનું નક્કી કર્યું. ૪ માર્ચના રોજ કોહિમામાં એનસીપી ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન ધારાસભ્ય દળના નેતા, મુખ્ય દંડક, વ્હીપ અને પ્રવક્તા કોણ હશે તેની ચર્ચા થઈ હતી. બેઠકે પિક્ટો શોહેને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે, પી લોન્ગોનને નાયબ નેતા તરીકે, નમરી નચાંગને મુખ્ય દંડક તરીકે, વાય મોહનબેમો હેમ્ત્સોને વ્હીપ તરીકે અને એસ તોઇહો યેપ્ટોને પ્રવક્તા તરીકે પસંદગી કરવામાં આવી હતી. નાગાલેન્ડમાં ફરીથ એનડીપીપી -ભાજપ ગઠબંધને સરકાર બનાવી છે. નાગાલેન્ડમાં નેફ્યુ રિયોએ પાંચમી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજ્યની ૬૦-સીટો વાળી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં,એનડીપીપી ભાજપે ૩૭ બેઠકો જીતી હતી, જેમાંથી એનડીપીપીને ૨૫ અને ભાજપને ૧૨ બેઠકો મળી હતી. એનડીપીપી ૨૦૧૭માં અસ્તિત્વમાં આવી હતી.