Maharashtra

નાસિક-શિરડી હાઈવે પર બસ-ટ્રક ટકરાતા ૧૦ લોકોના દર્દનાક મોત, અનેક લોકો થયા ઘાયલ

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના નાસિક-શિરડી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પાથરે પાસે પ્રાઈવેટ ટુરિસ્ટ બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા ૧૦ મુસાફરોના દર્દનાક મોત થયા છે. પ્રાઈવેટ કમ્ફર્ટ બસમાં સવાર મોટાભાગના મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. બસમાં લગભગ ૫૦ મુસાફરો હતા. પોલીસના જણાવ્યા મુજબ આ એ ૧૫ બસોમાંથી એક હતી જે ઉલ્હાસનગરથી સાઈ દર્શન માટે રવાના થઈ હતી. શુક્રવાર સવારે સાઈ ભક્તોની બસનો ભીષણ અકસ્માત થયો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. પોલીસ ઘાયલોને હોસ્પિટલ ખસેડી રહી છે.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *