સોના-ચાંદી, ક્રૂડ તેલ, મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈઃ કોટન-ખાંડીમાં સીમિત સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 10187 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 24332 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ. 37 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 436,835 સોદાઓમાં કુલ રૂ.34,556.61 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 10186.92 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 24332.25 કરોડનો હતો.
દરમિયાન, 14 માર્ચ (આજ)થી નવા શરૂ થયેલા નેચરલ ગેસ-મિનીના વાયદાઓને કામકાજના પ્રથમ દિવસે બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો અને પ્રથમ દિવસે સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં 1,146 સોદાઓમાં રૂ.7.49 કરોડનાં 3,25,750 એમએમબીટીયૂનાં કામકાજ સાથે 58,500 એમએમબીટીયૂનો ઓપન ઈન્ટરેસ્ટ રહ્યો હતો. નેચરલ ગેસ-મિનીનો એપ્રિલ વાયદો એમએમબીટીયૂદીઠ 40 પૈસા સુધરી રૂ.227.30 અને મે વાયદો રૂ.3.70 વધી રૂ.248.30ના સ્તરે રહ્યા હતા.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 116,361 સોદાઓમાં કુલ રૂ.6,532.98 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.57,483ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,738 અને નીચામાં રૂ.57,355 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.137 ઘટી રૂ.57,505ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.13 વધી રૂ.45,516 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.4 ઘટી રૂ.5,645ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.57,001ના ભાવે ખૂલી, રૂ.105 ઘટી રૂ.57,434ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.66,411ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,125 અને નીચામાં રૂ.66,001 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 176 ઘટી રૂ.66,476 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 108 ઘટી રૂ.66,573 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.122 ઘટી રૂ.66,584 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 10,479 સોદાઓમાં રૂ.1,468.30 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.15 ઘટી રૂ.206.00 અને જસત માર્ચ વાયદો રૂ.0.45 ઘટી રૂ.262ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.80 ઘટી રૂ.759.85 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.182ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 46,332 સોદાઓમાં કુલ રૂ.2,167.63 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,095ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,130 અને નીચામાં રૂ.6,010 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.122 ઘટી રૂ.6,045 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.10 વધી રૂ.215.50 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 240 સોદાઓમાં રૂ.18.01 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી માર્ચ વાયદો 1 ખાંડીદીઠ રૂ.60,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,900 અને નીચામાં રૂ.60,420 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.20 વધી રૂ.61,700ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.22.30 ઘટી રૂ.1012.80 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,955.93 કરોડનાં 5,131.801 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.3,577.05 કરોડનાં 536.871 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,179.32 કરોડનાં 1,941,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.927 કરોડનાં 4,23,82,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડીના વાયદાઓમાં રૂ.9.73 કરોડનાં 1584 ખાંડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.8.28 કરોડનાં 80.64 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,187.857 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 672.254 ટન, ક્રૂડ તેલમાં 12,04,300 બેરલ અને નેચરલ ગેસમાં 4,11,86,250 એમએમબીટીયૂ તેમ જ કોટન ખાંડીમાં 11760 ખાંડી, મેન્થા તેલમાં 389.52 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.37.44 કરોડનાં 481 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ માર્ચ વાયદો 15,522ના સ્તરે ખૂલી, 26 પોઈન્ટ ઘટી 15,565ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.24,332.25 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,247.92 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.360.99 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.20,183.96 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,538.26 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 370.70 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.6,100ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.123.60 ખૂલી, ઊપરમાં રૂ.141.00 અને નીચામાં રૂ.91.00 રહી, અંતે રૂ.62.60 ઘટી રૂ.105.70 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.58,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.388.00 ખૂલી, ઊપરમાં રૂ.460.00 અને નીચામાં રૂ.264.50 રહી, અંતે રૂ.23.50 ઘટી રૂ.378.50 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.220ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.20 ખૂલી, ઊપરમાં રૂ.12.50 અને નીચામાં રૂ.9.20 રહી, અંતે રૂ.2.05 વધી રૂ.10.15 થયો હતો. ચાંદી એપ્રિલ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.901.00 ખૂલી, ઊપરમાં રૂ.1,082.00 અને નીચામાં રૂ.743.00 રહી, અંતે રૂ.121.00 ઘટી રૂ.830.00 થયો હતો. સોનું-મિની માર્ચ રૂ.58,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.265.00 ખૂલી, ઊપરમાં રૂ.420.50 અને નીચામાં રૂ.254.00 રહી, અંતે રૂ.21.50 વધી રૂ.363.00 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.6,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.81.50 ખૂલી, ઊપરમાં રૂ.131.30 અને નીચામાં રૂ.74.40 રહી, અંતે રૂ.44.10 વધી રૂ.113.20 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.105.00 ખૂલી, ઊપરમાં રૂ.120.00 અને નીચામાં રૂ.71.00 રહી, અંતે રૂ.8.50 ઘટી રૂ.94.50 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.220ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.50 ખૂલી, ઊપરમાં રૂ.15.05 અને નીચામાં રૂ.11.20 રહી, અંતે રૂ.2.90 ઘટી રૂ.14.50 થયો હતો. ચાંદી એપ્રિલ રૂ.64,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,055.00 ખૂલી, ઊપરમાં રૂ.1,120.00 અને નીચામાં રૂ.825.00 રહી, અંતે રૂ.10.00 ઘટી રૂ.984.00 થયો હતો. સોનું-મિનીમાર્ચ રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.425.00 ખૂલી, ઊપરમાં રૂ.494.50 અને નીચામાં રૂ.290.00 રહી, અંતે રૂ.6.00 વધી રૂ.385.00 થયો હતો.
