સોનાનો વાયદો રૂ.192 અને ચાંદીનો વાયદો રૂ.496 વધ્યોઃ પ્રથમ સત્ર સુધીમાં
કોમોડિટી વાયદાઓમાં રૂ.9,280 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.8,494 કરોડનું
ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.49 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,50,064 સોદાઓમાં કુલ રૂ.17,823.57 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,280.46 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8,494.05
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 89,712 સોદાઓમાં કુલ રૂ.5,537.80 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં
રૂ.56,641ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,850 અને નીચામાં રૂ.56,603ના મથાળે અથડાઈ, પ્રથમ
સત્ર સુધીમાં રૂ.192 વધી રૂ.56,738ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ
રૂ.178 વધી રૂ.45,387 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.11 વધી રૂ.5,570ના ભાવે પહોંચ્યો હતો.
સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,540ના ભાવે ખૂલી, રૂ.224 વધી રૂ.56,667ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,654ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.69,144 અને નીચામાં રૂ.68,580ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.496 વધી
રૂ.68,855ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.432 વધી રૂ.68,861 અને ચાંદી-માઈક્રો
ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.441 વધી રૂ.68,848 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 12,776 સોદાઓમાં રૂ.2,203.50 કરોડના વેપાર થયા હતા.
એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.75 વધી રૂ.220.85 અને જસત જાન્યુઆરી વાયદો રૂ.0.40 વધી
રૂ.296ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.90 ઘટી રૂ.774.30 તેમ જ સીસું જાન્યુઆરી
કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.189ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 34,270 સોદાઓમાં કુલ રૂ.1,519.91 કરોડનો ધંધો થયો હતો.
ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,588ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,634 અને
નીચામાં રૂ.6,564ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.30 વધી રૂ.6,608 બોલાયો હતો, જ્યારે
નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.60 ઘટી રૂ.261.20 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 421 સોદાઓમાં રૂ.19.25 કરોડનાં કામકાજ થયા હતા. મેન્થા
તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.50 ઘટી રૂ.1018.50 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,478.27 કરોડનાં
4,363.756 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.3,059.53 કરોડનાં 443.851 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.421.61 કરોડનાં 6,39,000 બેરલ અને નેચરલ ગેસના
વાયદાઓમાં રૂ.1,098 કરોડનાં 42405000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલના
વાયદાઓમાં રૂ.19.25 કરોડનાં 187.92 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 24,236.007 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 880.016 ટન, ક્રૂડ તેલમાં 501000 બેરલ અને નેચરલ ગેસમાં 52225000
એમએમબીટીયૂ તેમ જ મેન્થા તેલમાં 479.88 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.49.06 કરોડનાં
625 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 15,630ના સ્તરે ખૂલી, 74 પોઈન્ટ વધી 15,704ના
સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.8,494.05 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,558.51 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.169.95 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,168.83 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,596.19 કરોડનાં
કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.208.58 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.295 ખૂલી, ઊપરમાં રૂ.316.60 અને નીચામાં રૂ.278.50 રહી, અંતે રૂ.10.80 વધી રૂ.296.60 થયો
હતો. જ્યારે સોનું જાન્યુઆરી રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.89.50
ખૂલી, ઊપરમાં રૂ.147 અને નીચામાં રૂ.70 રહી, અંતે રૂ.49 વધી રૂ.124.50 થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી
રૂ.260ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.60 ખૂલી, ઊપરમાં રૂ.11.85 અને
નીચામાં રૂ.7.50 રહી, અંતે રૂ.5.50 ઘટી રૂ.10.70 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.57,000ની સ્ટ્રાઈક
પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.90 ખૂલી, ઊપરમાં રૂ.131 અને નીચામાં રૂ.74 રહી, અંતે રૂ.41
વધી રૂ.120.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.69,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ
રૂ.1,652 ખૂલી, ઊપરમાં રૂ.1,927 અને નીચામાં રૂ.1,652 રહી, અંતે રૂ.192.50 વધી રૂ.1,752 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જાન્યુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ
કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.54 ખૂલી, ઊપરમાં રૂ.54 અને નીચામાં રૂ.25 રહી, અંતે રૂ.33.50 ઘટી રૂ.33 થયો હતો.
જ્યારે ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.306 ખૂલી, ઊપરમાં
રૂ.313 અને નીચામાં રૂ.282.90 રહી, અંતે રૂ.20.80 ઘટી રૂ.289.20 થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.250ની
સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.10 ખૂલી, ઊપરમાં રૂ.9.10 અને નીચામાં
રૂ.3.90 રહી, અંતે રૂ.1.50 વધી રૂ.5.35 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.8 ખૂલી, ઊપરમાં રૂ.16 અને નીચામાં રૂ.6 રહી, અંતે રૂ.2.50 ઘટી રૂ.9 થયો હતો.
ચાંદી ફેબ્રુઆરી રૂ.68,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,511 ખૂલી, ઊપરમાં
રૂ.1,574.50 અને નીચામાં રૂ.1,376.50 રહી, અંતે રૂ.233.50 ઘટી રૂ.1,472 થયો હતો.
