મુંબઇ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારે શુક્રવારે કહ્યું હતું કે જાે તેમના કહેવા પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શ ાસન લગાવ્યું તો આ મોટી વાત છે.હક્કીતમાં પવારે બુધવારે નિવેદન આપ્યું હતું કે જે મહારાષ્ટ્રથી રાષ્ટ્રપતિ શાસન હટાવવામાં આવ્યું ન હોત તો ઉદ્વવ ઠાકરે મુખ્યમંત્રી કેવી રીતે બન્યા હોત.તેમના આ નિવેદન પર ભાજપ નેતા અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યું હતું કે પવારે એ પણ બતાવવું જાેઇએ કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન કેવી રીતે લાગ્યું હતું પવારે ફડનવીસના આ સવાલની પ્રતિક્રિયામાં નવું નિવેદન આપ્યું હતું. રાષ્ટ્રપતિ શાસનને લઇ પોતાના નિવેદનની બાબતમાં પુછવા પર શરદ પવારે કહ્યું હતું કે તેમણે આ વાત મજાકમાં કહી હતી.પવારે કહ્યું હતું કે મેં રાષ્ટ્રપતિ શાસનની બાબતમાં જે કહ્યું હતું તે મજાકમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું તો આ મારા માટે મોટી વાત છે.પવારે ઉદ્વવ ઠાકરેના એ નિવેદનને પણ ફગાવી દીધો કે મહારાષ્ટ્રમાં મિડ ટર્મ ચુંટણી થઇ શકે છે. તેમણે તેમણે કહ્યું હતું કે મને આવું લાગતુ નથી. આ પહેલા ફડનવીસે ગુરૂવારે કહ્યું હતુું કે નવેમ્બર ૨૦૧૯માં એનસીપી નેતા અજિત પવારની સાથે ત્રણ દિવસની સરકાર બનાવવાની બાબતમાં સચ્ચાઇ સામે લાવશે.ફડનવીસના મુખ્યમંત્રી અને અજિત પવારના નાયબ મુખ્યમંત્રીના રૂપમાં ૨૩ નવેમ્બર ૨૦૧૯ના રોજ સોગંદ લેવાના ધટનાક્રમ પર ફરી ચર્ચા ત્યારે શરૂ થઇ હઇ જયારે ફડનવીસે દાવો કર્યો હતો કે શરદ પવાર બધુ જાણતા હતાં ફડનવીસે કહ્યું હતું કે તમામ વિવરણ ધીરે ધીરે સામે આવશે અને તમે બધા તેની બાબતમાં જાણશો.હાલ જે વાતો જાહેર છે તે ફકત અડધી છે હું તમામ વિવરણ સામે લાવીશ
