મુંબઈ
પુણેમાં શુક્રવારે મોડી રાત્રે એક ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ અહીં રાખવામાં આવેલા ૪-૫ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા. આ ઘટનામાં ૩ લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર શહેરના વાઘોલી વિસ્તારના ઉબલે નગરમાં રાત્રે ૧૧.૪૫ કલાકે આગની ઘટના બની હતી. ગોડાઉનમાં લગ્ન પ્રસંગ માટેનો સામાન રાખવામાં આવ્યો હતો. આગમાં ત્યાં કામ કરતા ૩ મજૂરો જીવતા ભડથું થયા હતા. જાે કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આ ગોડાઉનનો માલિક ફરાર થઈ ગયો છે, પોલીસ તેને શોધી રહી છે. ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ગોડાઉનની પાછળ જ ઈન્ડેન ગેસનું એક ગોડાઉન આવેલુ હતું, જેમાં ૪૦૦ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. જાે કે આગ અને બ્લાસ્ટ બાદ કોઈ નુકશાન થયું નથી. આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. તરત જ નજીકમાં રહેતા લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને સમગ્ર વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો. ફાયરની ટીમે તમામ સાવચેતી દાખવતા ભીષણ આગ પર પાણીનો મારો કર્યો હતો જેથી આગની જ્વાળાઓ નજીકના રહેણાંક મકાનો સુધી ન પહોંચે. ઁસ્ઇડ્ઢછ ફાયર બ્રિગેડ અને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશને ૦૯ ફાયરની ૯ ગાડીઓ સાથે ૪૫ ફાયર કર્મીઓની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો.
