Maharashtra

ફીમેલ ફેને પાર કરી હદ, જબદસ્તી આ હેન્ડસમ હીરો પર તૂટી પડી અને પછી તો જે…

મુંબઈ
ઘણીવાર ફેન્સનો ઉત્સાહ પોતાના ફેવરિટ સ્ટાર્સને સામે જાેઇને ચરમસીમા પર હોય છે. ઘણી વખત લોકો ખુશીમાં ભાન ભૂલી બેસે છે અને કંઈક એવું કરે છે, જેનાથી આ પરિસ્થિતિ સ્ટાર્સ માટે ખૂબ જ અસહજ બની જાય છે. હાલમાં જ આદિત્ય રોય કપૂર સાથે પણ કંઇક આવું જ થયું હતું. તે વાતમાં કોઇ શંકા નથી કે, બોલીવૂડના હોટ એક્ટર્સમાંના એક આદિત્ય રોય કપૂરની ફેન ફોલોઇંગ જબરદસ્ત છે. અભિનેતાની મહિલા ફેન્સની સંખ્યા પણ ઘણી વધારે છે. આ દરમિયાન એક મહિલા ફેને એક્ટર સાથે એવું એક્ટ કર્યું, જેને જાેઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા. આ મહિલાએ બળજબરીથી આદિત્યને કિસ કરીને ગળે લગાવવાનો પ્રયાસ કર્યો હતો, જેનો વિડીયો પાપારાઝીના કેમેરામાં કેદ થઇ ગયો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યો છે, જે બાદ લોકો મહિલા પર ભારે રોષ ઠાલવી રહ્યા છે. વાયરલ થઇ રહેલા વિડીયોમાં જાેઇ શકાય છે કે આદિત્ય રોય કપૂર કેટલાક ફેન્સથી ઘેરાયેલો છે. તેમાંથી કેટલીક તેની મહિલા ચાહકો પણ છે. એક્ટર સાથે ફોટો ક્લિક કર્યા બાદ એક મહિલા આગળ વધે છે અને પહેલા તે તેની સાથે ફોટો ક્લિક કરે છે, બાદમાં તે એક્ટરને જબરદસ્તી કિસ કરવા લાગે છે અને તેને ગળે લગાવવાની કોશિશ કરે છે. આ જાેઇને આદિત્ય પણ અસહજ થઇ જાય છે અને મહિલાથી દૂર થઇ જાય છે. આદિત્ય તેની સિરીઝ ધ નાઇટ મેનેજરના સ્ક્રિનિંગમાં દેખાયો હતો. યૂઝર્સ આ વિડીયો પર કોમેન્ટ કરીને મહિલાને ઘણું કહી રહ્યા છે. સાથે જ તેઓ એક્ટરના વખાણ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘આ વધારે પડતું છે, શું મહિલા પાગલ થઈ ગઈ છે’. અન્ય એક યુઝરે કમેન્ટ કરી લખ્યું, ‘આ તો ગળે પડી ગઇ છે.’ એક યુઝરે લખ્યું, ‘જાે આવું જ કંઈક પુરૂષ દ્વારા કરવામાં આવ્યું હોત, તો પોસ્ટ કંઇક અલગ જ હોત.’ તો બીજી તરફ આદિત્ય રોય કપૂર અનિલ કપૂર સાથે વેબ સીરિઝ ધ નાઇટ મેનેજરમાં જાેવા મળવાનો છે. આ સિરીઝને આજે ડિઝની હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *