Maharashtra

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન સર્જરી બાદ પાછી કામ પર ફરી

મુંબઇ
બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનને થોડાક દિવસ પહેલાં જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેના પર અચાનક સર્જરી કરવામાં આવી હતી. હવે સુશ પાછી કામ પર ફરી છે. રાતે સુષ્મિતા મુંબઈના એક ડબિંગ સ્ટુડિયોના બહાર જાેવા મળી હતી અને તેણે આ સમયે પાપારાઝી માટે પણ સ્માઈલ સાથે હોટ પોઝ પણ આપ્યા હતા. સુષ્મિતા સેન હાલમાં તેની હિટ વેબ સિરીઝ ‘આર્યા’ અને ફિલ્મ ‘તાલી’ની આગામી સિઝનના શૂટિંગમાં વ્યસ્ત છે. ‘તાલી’ ટ્રાન્સવુમન ગૌરી સાવંતની બાયોપિક છે અને તેમાં સુષ્મિતા મુખ્ય ભૂમિકામાં કામ કરતી જાેવા મળશે. આ પ્રોજેક્ટ માટે ગુરુવારે મોડી રાત્રે સુષ્મિતા એક ડબિંગ સ્ટુડિયોમાં જાેવા મળી હતી. આ દરમિયાન, અભિનેત્રી હંમેશાની જેમ નેવી બ્લુ ટોપ અને સ્કાય બ્લુ પેન્ટ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણીએ ખુલ્લા વાળ અને કૂલ શેડ્‌સ સાથે તેના એકંદર સ્ટાઇલિશ દેખાવને કમ્પલિટ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ સુસ્મિતાને હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારબાદ તેને સ્ટેન્ટ પણ મુકવામાં આવ્યો હતો. સ્વસ્થ થયા પછી, અભિનેત્રીએ આ મહિનાની શરૂઆતમાં એક ફેશન વીકમાં રેમ્પ વોક પણ કર્યું હતું. સુષ્મિતા પીળા લહેંગામાં અદભૂત દેખાતી હતી અને રેમ્પ પર ચાલતી વખતે તેની સ્મિતથી દિલ જીતી લીધું હતું. રેમ્પવોક બાદ જ્યારે એક ફોટોગ્રાફરે હાર્ટ એટેક આવ્યા બાદ કામ પર પરત ફરવા બદલ સુષ્મિતાને ‘સ્ટ્રોંગ’ કહ્યા તો અભિનેત્રીએ હસીને કહ્યું કે, મારી પાસે ઘણા બધા લોકોના આશીર્વાદ છે. સુષ્મિતાએ ખુલાસો કર્યો હતો કે તેને ૨ માર્ચે હાર્ટ એટેક આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ૨ માર્ચે સુષ્મિતાએ તેના ચાહકોને ચોંકાવી દીધા હતા જ્યારે તેણે ઈન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો હતો કે તે હાર્ટ એટેકથી હમણાં જ બચી ગઈ હતી અને તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *