Maharashtra

ભારતીય તપાસ એજન્સીએ નકલી નોટ કેસમાં મોટો ખુલાસો કર્યો નકલી ચલણ કેસમાં એનઆઇએના ૬ સ્થળો પર દરોડા, દાઉદ ઈબ્રાહિમ સાથે કનેક્શનના પુરાવા મળ્યા

મુંબઇ
ભારતીય તપાસ એજન્સી એનઆઇએએ નકલી નોટ કેસમાં મોટો ખુલાસો કર્યો છે. માહિતી મળ્યા પછી, તપાસ એજન્સીએ મહારાષ્ટ્રના મુંબઈ અને થાણે જિલ્લામાં ૬ થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા અને મોટી માત્રામાં હથિયારો અને નકલી ચલણ બનાવવાના મશીનો જપ્ત કર્યા. દ્ગૈંછનો દાવો છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાંથી ભારતમાં નકલી નોટોનો આખો આર્ટ બિઝનેસ ચલાવી રહ્યો છે.વર્ષ ૨૦૨૧માં મહારાષ્ટ્ર પોલીસે નકલી નોટ બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. પોલીસને શંકા હતી કે દાઉદ ઈબ્રાહીમ આમાં સામેલ હોઈ શકે છે, તેથી કેસ દ્ગૈંછને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ભારતીય તપાસ એજન્સી એનઆઇએએ ે મુંબઈ અને થાણેમાં ૬થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડો નકલી નોટો ચલાવતી ગેંગ પર પાડવામાં આવ્યો હતો. દ્ગૈંછએ આ મામલે મોટો ખુલાસો કર્યો છે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ દેશભરમાં નકલી કરન્સીનો કાળો કારોબાર ચલાવવામાં સામેલ છે. પ્રાથમિક તપાસમાં પોલીસને આમાં ભાગેડુ ડોન દાઉદ ઈબ્રાહિમની આડકતરી સંડોવણીની જાણ થઈ હતી, ત્યારપછી આ વર્ષે ફેબ્રુઆરીમાં સમગ્ર મામલો એનઆઇએને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. એનઆઇએને તપાસમાં જાણવા મળ્યું કે નકલી નોટોના કારોબારમાં દાઉદ ઈબ્રાહિમનો સીધો હાથ છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *