Maharashtra

મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું ૮૯ વર્ષની વયે નિધન

મુંબઈ
મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ મણિલાલ ગાંધીનું ૮૯ વર્ષની વયે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નિધન થયું છે. અરુણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ આજે ટ્‌વીટ કરીને આ માહિતી આપી હતી. અરુણ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તુષાર ગાંધીએ જણાવ્યું કે તેમના પિતાના અંતિમ સંસ્કાર આજે જ કોલ્હાપુરમાં કરવામાં આવ્યા હતાં. મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ મણિલાલ ગાંધીનું ૮૯ વર્ષની વયે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નિધન થયું છે. અરુણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ આજે ટ્‌વીટ કરીને આ માહિતી આપી હતી. અરુણ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તુષાર ગાંધીએ જણાવ્યું કે તેમના પિતાના અંતિમ સંસ્કાર આજે જ કોલ્હાપુરમાં કરવામાં આવશે. અરુણ ગાંધીનો જન્મ ૧૪ એપ્રિલ ૧૯૩૪ના રોજ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં થયો હતો. તેઓ મહાત્મા ગાંધીના બીજા પુત્ર મણિલાલ ગાંધીના પુત્ર હતા. તેમણે સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર કાર્યકર્તા તરીકે કામ કર્યું. તેમણે પુસ્તકો પણ લખ્યા, જેમાંથી ‘ધ ગિફ્ટ ઑફ એન્ગરઃ એન્ડ અધર લેસન્સ ફ્રોમ માય ગ્રાન્ડફાધર મહાત્મા ગાંધી’ પ્રખ્યાત છે. અરુણ વર્ષો પહેલા અમેરિકામાં સ્થાયી થયા હતા. તેમણે પણ મહાત્મા ગાંધીની જેમ અહિંસાને ખૂબ મહત્વ આપ્યું, તેથી તેમણે ક્રિશ્ચિયન બ્રધર્સ યુનિવર્સિટીમાં અહિંસા સંબંધિત સંસ્થાની સ્થાપના કરી.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *